ભારતના દિગ્ગજ ખેલાડીએ રાહુલ દ્રવિડની જગ્યાએ ટીમની સંભાળી કમાન? બીસીસીઆઈ ઓસ્ટ્રેલિયા સીરિઝ બાદ કરી શકે છે જાહેરાત
ઓસ્ટ્રેલિયા સામે આઈસીસી વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમ હારી ગઈ હતી. આ ટૂર્નામેન્ટ પૂર્ણ થતાની સાથે જ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો ટીમ સાથેનો કરાર પણ સમાપ્ત થઈ ગયો છે. રોહિત શર્માની કેપ્ટન્સી અને દ્રવિડના કોચિંગ હેઠળ ભારતીય ટીમે ફાઈનલ સુધી શાનદાર સફર કરી હતી. આ બંને દિગ્ગજો ખિતાબ ન જીતવા બદલ અફસોસ કરશે.

ભારતીય ક્રિકેટ ટીમે હવે આઈસીસી વર્લ્ડ કપ બાદ નવા મુખ્ય કોચની શોધ કરવી પડશે. બીસીસીઆઈ કરાર અનુસાર અનુભવી રાહુલ દ્રવિડ અને તેની ટીમનો કાર્યકાળ વર્લ્ડ કપ બાદ સમાપ્ત થશે.

એવું માનવામાં આવે છે કે દ્રવિડ હવે ટીમ ઈન્ડિયા સાથે આગળ કામ કરવામાં રસ નથી બતાવી રહ્યો. તેમના તરફથી કોઈ પહેલ કરવામાં આવી નથી. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં એનસીએ ચીફે તેમના સ્થાને ટીમની કમાન સંભાળી છે.

ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમે આઈસીસી વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં હાર મળી. આ ટૂર્નામેન્ટ પૂર્ણ થતાની સાથે જ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો ટીમ સાથેનો કરાર પણ સમાપ્ત થઈ ગયો છે. રોહિત શર્માની કેપ્ટન્સી અને દ્રવિડના કોચિંગ હેઠળ ભારતીય ટીમે ફાઈનલ સુધી શાનદાર સફર કરી હતી. આ બંને દિગ્ગજો ખિતાબ ન જીતવા બદલ અફસોસ કરશે. ભારતમાં છેલ્લા ગણાતા વર્લ્ડ કપમાં રોહિત અને દ્રવિડ વર્લ્ડ કપ ટ્રોફી જીતવાની નજીક આવ્યા હતા પરંતુ રનર્સ અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો.

ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ વીવીએસ લક્ષ્મણે તેની જવાબદારી સંભાળી લીધી છે. તે વર્લ્ડ કપ પહેલા શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં ટીમ સાથે કોચની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે આગળ બીસીસીઆઈએ નક્કી કરવું પડશે કે તે તેની સાથે આગળ વધવા માંગે છે કે કોઈ અન્યને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવા માંગે છે. આ સિવાય વીવીએસ લક્ષ્મણે વિઝાગમાં શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી વારી દેવસ્થાનમમાં દર્શન કર્યા હતા.

ભારતીય ટીમ સાથે તેમનો બે વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ફ્રેન્ચાઈઝી ટીમ સાથે જોડાઈ રહ્યા હોવાના અહેવાલ છે. ટીવી ટુડેના રિપોર્ટ મુજબ દ્રવિડ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં દ્રવિડ મેન્ટર તરીકે જોડાઈ શકે છે. આ ટીમના પૂર્વ મેન્ટર ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે.
