વિરાટ કોહલીને બેટ પર સ્ટિકર લગાડવાના મળે છે આટલા કરોડ રુપિયા, જાણો કિંમત
વિરાટ કોહલી અવારનવાર પોતાની એન્ડોર્સમેન્ટ ડીલને લઈને ચર્ચામાં છે. આ વખતે તેના બેટ પર સ્ટીકર લગાવવા માટે ડીલ કરવામાં આવી છે, જેના બદલામાં તેને લગભગ 110 કરોડ રૂપિયા મળશે. આ ડીલ સાથે તે બેટ સ્પોન્સરશિપથી કમાણીના મામલામાં અત્યાર સુધીના તમામ ક્રિકેટરોથી આગળ નીકળી ગયો છે.

આ પહેલા વિરાટે પુમા સાથે 110 કરોડ રૂપિયાની ડીલ પણ કરી હતી, પરંતુ તે સ્પોર્ટ્સ લાઈફસ્ટાઈલ માટે હતી. વિરાટે આ ડીલ ટાયર કંપની MRF સાથે કરી છે. આ જ કંપની અગાઉ પણ વિરાટના બેટને સ્પોન્સર કરતી રહી છે. નવા કરાર મુજબ વિરાટને આગામી 8 વર્ષમાં લગભગ 100 કરોડ રૂપિયા મળશે.

વિરાટ કોહલીના એન્ડોર્સમેન્ટનું સંચાલન કરતી કંપની કોર્નર-સ્ટોન સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ બંટી સજદેહે કહ્યું હતું કે MRF સાથેની ડીલમાં વિરાટને અગાઉની ડીલની સરખામણીમાં સારો જમ્પ મળ્યો છે.

તમને જણાવી દઈએ કે વિરાટની MRF સાથે અગાઉની ડીલ ત્રણ વર્ષ માટે 8 કરોડ રૂપિયામાં હતી. વિરાટ કોહલી સિવાય MRF શિખર ધવન અને દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન એબી ડી વિલિયર્સના બેટને પણ સ્પોન્સર કરી રહી હતી.

આ સિવાય આ કંપની અગાઉ સચિન તેંડુલકર, બ્રાયન લારા અને સ્ટીવ વો જેવા મોટા ક્રિકેટરોની સ્પોન્સર પણ રહી હતી.

MRF સાથેની આ ડીલ રિન્યુઅલ બાદ વિરાટ દુનિયાભરના તમામ ક્રિકેટરોમાં બેટ સ્પોન્સરશિપથી કમાણીના મામલે આગળ નીકળી ગયો છે. તેને ધોની અને ડી વિલિયર્સને પણ પાછળ છોડી દીધા છે. આ ડીલ 2017માં થઈ હતી. આ મુજબ વિરાટ કોહલીને દર વર્ષ અંદાજિત 12.50 કરોડ રુપિયા મળે છે.
