ગુજ્જુ ઓલરાઉન્ડર્સનું કરિયર બર્બાદ કરશે આ મહારાષ્ટ્રીયન ખેલાડી ? અફઘાનિસ્તાન સામે કર્યુ શાનદાર ડેબ્યૂ
ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર્સમાં ગુજ્જુનું પ્રભુત્વ જોવા મળે છે. અક્ષર પટેલ, હાર્દિક પંડયા અને રવીન્દ્ર જાડેજા જેવા ગુજરાતી ખેલાડીઓએ ઓલરાઉન્ડરના સ્થાન પર ઘણા વર્ષોથી પ્રભાવ બનાવી રાખ્યો છે. તેવામાં આ ગુજ્જુ ઓલરાઉન્ડર માટે એક મહારાષ્ટ્રીય ઓલરાઉન્ડર ખતરારુપ બની શકે છે. આજે અફઘાનિસ્તાન સામે આ મહારાષ્ટ્રીયન ખેલાડીએ ડેબ્યૂ કર્યુ છે.

દુબઈમાં અંડર 19 એશિયા કપમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે પોતાના અભિયાનની શરુઆત કરી છે. અફઘાનિસ્તાન સામે 7 વિકેટથી જીત મેળવીને ભારતીય ટીમે વિજયી પ્રારંભ કર્યો છે.

મહારાષ્ટ્રના અર્શિન કુલકર્ણીએ ઓલરાઉન્ડર તરીકે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ લેવાની સાથે બીજી ઈનિંગમાં 70 રનની આક્રમક ઈનિંગ પણ રમી હતી.

18 વર્ષના અર્શિન કુલકર્ણીનો જન્મ 15 ફેબ્રુઆરી, 2005માં મહારાષ્ટ્રના સોલાપુરમાં થયો હતો. તેણે આજે ભારતીય ટીમ માટે અંડર 19 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.

આ પહેલા તે વિજય હજારે ટ્રોફી ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્ર માટે રમે છે. તેણે મહારાષ્ટ્ર માટે રમાયેલી 6 મેચમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યુ હતુ.

તેણે મહારાષ્ટ્ર માટે 5 ઈનિંગમાં 121 રન બનાવ્યા હતા. જેમાં તેણે બોલર તરીકે 4 વિકેટ પણ લીધી હતી. તેણે મહારાષ્ટ્ર માટે 5 ઈનિંગમાં 121 રન બનાવ્યા હતા. જેમાં તેણે બોલર તરીકે 4 વિકેટ પણ લીધી હતી.