IND vs SA 2nd Test : જો ગિલ બીજી ટેસ્ટમાંથી બહાર થયો તો કોણ તેનું સ્થાન લેશે? આ 3 ખેલાડીઓ છે દાવેદાર
જો શુભમન ગિલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચથી બહાર થઈ જાય છે તો ટીમ ઈન્ડિયામાં તેનું સ્થાન કોણ લેશે. તેના વિશે હાલ ચર્ચા થઈ રહી છે. કોલકાતામાં કેપ્ટનશ શુભમન ગિલને ગરદનમાં ઈજા થઈ હતી.

કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ હવે ટેસ્ટ સીરિઝ તો જીતી શકશે નહી પરંતુ તેના વધારે ચિંતાનો વિષય ભારતીય ટીમ માટે કેપ્ટન શુભમન ગિલ છે.

કેપ્ટનશુભમન ગિલને પહેલી ટેસ્ટ મેચમાં ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હવે ખતરો એ છે કે, શુભમન ગિલ ગુવાહાટીમાં શનિવારે 22 નવેમ્બરના રોજબીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. ત્યારે તેનું સ્થાન કોણ લેશે તેની ચર્ચાઓ થઈ રહી છે.

ગિલને ઈજા થતાં બીજી ટેસ્ટમાં રમવું અધરું છે. ટીમ ઈન્ડિયા પાસે કોણ કોણ શુભમન ગિલને રિપ્લેસમેન્ટ કરી શકે છે. તેના જવાબમાં ટીમ પાસે 3 વિકલ્પ છે. પહેલું કેપ્ટનશીપની જવાબદારી પંતને સોંપવામાં આવી શકે છે. જે ટેસ્ટ ટીમનો હાલ વાઈસકેપ્ટન છે. તેમજ કોલકાતામાં પણ તે સ્ટેન્ડ ઈન કેપ્ટન હતો.

ગિલના રિપ્લેસમેન્ટમાં સૌથી પહેલું નામ સાંઈ સુદર્શનનું આવે છે. જેમણે દિલ્હી ટેસ્ટ મેચમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 87 રનની ઈનિગ્સ રમી હતી. સાંઈ સુદર્શન પાસે એટલો અનુભવ તો નથી પરંતુ તેનું ફોર્મ શાનદાર જોવા મળે છે.

આ સિવાય બીજો વિક્સપ દેવદત્ત પેડિક્કલ છે. જે હાલમાં ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ છે. તેમજ ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ખુબ રન બનાવી રહ્યો છે.

ત્રીજો વિકલ્પ ભારતીય ટીમ પાસે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીના રુપમાં છે. નીતિશ કુમાર રેડ્ડી આ ટેસ્ટ સીરિઝનો ભાગ હતો પરંતુ બીસીસીઆઈએ તેને પહેલી ટેસ્ટ મેચમાં રિલીઝ કર્યો હતો. હવે તે કોલકાતામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયો છે. આ 3 ખેલાડીમાંથી કોઈ એક ટીમઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં ગિલનું સ્થા લઈ શકે છે.
શુભમન ગિલ જે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. ગિલના પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો
