AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ, જેને ‘પ્રોટીઝ’ તરીકે ઓળખવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મજબૂત ટીમોમાંની એક છે. દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, ODI અનેT20 ત્રણેય ફોર્મેટમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ રમે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)નું સંપૂર્ણ સભ્ય છે.

દક્ષિણ આફ્રિકાની મેન્સ ક્રિકેટ ટીમ તેમની આક્રમક ક્રિકેટ માટે ફેમસ છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ક્યારેય કોઈ ICC વર્લ્ડ કપ જીતી શકી નથી, જેથી તેમને ચોકર્સ પણ કહેવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમનું સંચાલન ક્રિકેટ સાઉથ આફ્રિકા કરે છે.

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના અનેક સ્ટાર ખેલાડીઓએ વર્લ્ડ ક્રિકેટમાં ડંકો વગાડ્યો છે. જેમાં એબી ડી વિલિયર્સ, શેન પોલોક, સ્ટીવ સ્મિથ, ડી કોક, ડેલ સ્ટેન સહિત અનેક મોટા નામો સામેલ છે.

Read More

IND vs SA: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાના ‘ટ્રિપલ ખતરા’થી બચવું પડશે, કોલકાતા ટેસ્ટમાં મોટો પડકાર સાબિત થશે

પંદર વર્ષ પહેલાં, કોલકાતામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ આરામથી જીત મેળવી હતી. પરંતુ આ વખતે તે સફળતાનું પુનરાવર્તન કરવું મુશ્કેલ બનશે, અને એનું કારણ છે આફ્રિકન ટીમનો "ટ્રિપલ થ્રેટ".

IND vs SA : કોલકાતા ટેસ્ટ પહેલા ઈડન ગાર્ડન્સની પિચ વિશે સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 14 નવેમ્બરે કોલકાતામાં રમાશે. આ શ્રેણી ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ અને પડકારજનક રહેશે, કારણ કે તેનો સામનો વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા સામે થશે. મેચ પહેલા સૌરવ ગાંગુલીએ પિચ વિશે મોટો ખુલાસો કર્યો છે.

રાજકોટમાં રમાનારી વનડે મેચમાં ફ્રી એન્ટ્રીથી ભીડ ઉમટવાની સંભાવના, દિલ્હી બ્લાસ્ટ બાદ વધારાઈ સુરક્ષા, જુઓ Video

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, અમદાવાદ સહિતના તમામ શહેરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મળી ચેતવણી, કોલકાતા ટેસ્ટમાં ભારે પડશે આ ખેલાડી!

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં શરૂ થશે. મેચના પાંચ દિવસ પહેલા ટીમ ઈન્ડિયાને ચેતવણી મળી હતી કે આ વખતે શ્રેણી એકતરફી થવાની શક્યતા ઓછી છે અને એક સ્ટાર બેટ્સમેન ભારતની જીતમાં અવરોધ ઊભો કરી શકે છે.

Breaking News: દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રિષભ પંતની ટીમમાં વાપસી

ભારતીય ટીમ 14 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. અગાઉની શ્રેણીનો ભાગ રહેલા બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી નથી.

IND vs SA : ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીમાં મોટો ફેરફાર, ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં આવું પહેલીવાર બનશે

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થવાની છે. 22 નવેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ દરમિયાન મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં આવું પહેલીવાર બનશે.

ICC Test Ranking : પાકિસ્તાની સ્પિનરે જસપ્રીત બુમરાહની ચિંતા વધારી, ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં થઈ ઉથલપાથલ

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હાલ ભલે ટોપ પર હોય પરંતુ તેને 39 વર્ષીય સ્પિનર ટક્કર આપી રહ્યો છે. વાત એમ છે કે, 39 વર્ષીય પાકિસ્તાની સ્પિનર બુમરાહના સ્થાનની નજીક પહોંચી ગયો છે.

Pak vs SA: હનુમાનજીના ભક્તે પાકિસ્તાનની લંકા લગાવી! એકલા હાથે ટીમની કમર તોડી, રાવલપિંડી ટેસ્ટમાં ધમાલ મચાવી; કર્યું મજબૂત ‘કમબેક’

ભારતીય મૂળના અને બજરંગબલીના ભક્ત કહેવાતા બોલરે રાવલપિંડીમાં પાકિસ્તાનને ધરાશાયી કરી નાખ્યું. આ બોલર ઈજામાંથી હમણાં જ પાછો ફર્યો છે અને તેણે 42.4 ઓવરમાં 7 વિકેટ ખેરવી છે.

હવે તમે ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની મેચ માત્ર 60 રૂપિયામાં જ જોઈ શકશો

ક્રિકેટ રસિયાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ જે મેચ રમાવાનું છે તે ક્રિકેટ સ્ટેડિયમમાં જઈને જોવા માટે તમારે બહુ નાનકડી રકમ ખર્ચવી પડશે. ક્રિકેટ બોર્ડે મેચ માટેની પ્રવેશપાસની કિંમત માત્ર 60 રાખી છે. આટલી સસ્તી ટિકિટ રાખવા પાછળ એક કારણ છે.

Namibia beat South Africa: નામિબિયાએ રચ્યો ઈતિહાસ, પહેલી જ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

11 ઓક્ટોબરનો દિવસ નામિબિયા માટે ખાસ હતો, કારણ કે દેશના પ્રથમ નોન પ્રાઈવેટ ક્રિકેટ સ્ટેડિયમનો પ્રથમ વખત ઉપયોગ થઈ રહ્યો હતો. આ દિવસે તેઓ પ્રથમ વખત એક મજબૂત દક્ષિણ આફ્રિકાની ટીમનો સામનો કરતા જોવા મળ્યા, અને નામિબિયા ઈગલ્સે ઈતિહાસ રચ્યો.

જે સચિન-વિરાટ પણ ન કરી શક્યા, તે આ ખેલાડીએ 7 મહિનામાં કરીને બતાવ્યું

જ્યારે આપણે ક્રિકેટ ઈતિહાસમાં બેટિંગ રેકોર્ડ્સની વાત કરીએ, ત્યારે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોના નામ સૌથી ઉપર આવે છે. ખાસ કરીને ODI ક્રિકેટમાં, કોઈ તેમની નજીક પણ નથી. પરંતુ હવે દક્ષિણ આફ્રિકાના એક બેટ્સમેને એવું કંઈક કર્યું છે જે ODI ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી.

15 ચોગ્ગા અને છગ્ગા… ODIમાં T20 સ્ટાઈલ બતાવી, 21 ઓવરમાં જ મેચ જીતી લીધી

દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડ સામેની 3 મેચની ODI શ્રેણીની શરૂઆત જીત સાથે કરી. લીડ્સના હેડિંગલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે જીત મેળવી. આ દરમિયાન એડન માર્કરામે તોફાની ઈનિંગ રમી.

AUS vs SA: વર્ષ 2025 ની સૌથી મોટી જીત! આફ્રિકાને રેકોર્ડ માર્જિનથી હરાવી કાંગારૂએ ‘ઇતિહાસ’ રચ્યો

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને ઘૂંટણીયે લાવી દીધું હતું. જણાવી દઈએ કે, કાંગારૂએ ODI ક્રિકેટમાં રનના માર્જિનથી બીજી સૌથી મોટી જીત મેળવી છે.

બ્રાયન લારાનો 21 વર્ષ જૂનો 400 રનનો વર્લ્ડ રેકોર્ડ તૂટવાથી રહી ગયો, કેપ્ટને લીધો ચોંકાવનારો નિર્ણય

બ્રાયન લારાનો 400 રનનો રેકોર્ડ આજસુધી કોઈ તોડી શક્યું નથી. આફ્રિકાના કેપ્ટન પાસે આ રેકોર્ડ તોડવાની તક હતી, પરંતુ તેણે આશ્ચર્યજનક નિર્ણય લીધો અને દાવ ડિકલેર કર્યો. જેના કારણે લારાનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકાયો નહીં. મુલ્ડર 400 રનની ખૂબ નજીક હતો, પરંતુ પછી તેણે ઈનિંગ ડિકલેર કરીને બધાને ચોંકાવી દીધા.

RCB ના ભૂતપૂર્વ ખેલાડીની વાપસી, AB ડી વિલિયર્સને લિજેન્ડ્સ 2025 ટુર્નામેન્ટની આ ટીમમાં મળ્યું સ્થાન, જુઓ શેડ્યૂલ

દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સ પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે. આ ટુર્નામેન્ટ 18 જુલાઈથી શરૂ થઈ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">