IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ જ્યાં રમાવાની છે તે ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની કિંમત કેટલી છે?
ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવાની છે. આ ગ્રાઉન્ડનો ઈતિહાસ 200 વર્ષથી વધુ જૂનો છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની કિંમત પણ કરોડોમાં આંકવામાં આવે છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ 10 જુલાઈથી શરૂ થશે. 'ક્રિકેટનું મક્કા' કહેવાતા આ મેદાન પર રમવું દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે. લોર્ડ્સ સૌથી જૂના ક્રિકેટ મેદાનોમાંનું એક પણ છે.

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની સ્થાપના 1814માં થોમસ લોર્ડ દ્વારા કરવામાં આવી હતી, જે તેમનું ત્રીજું ગ્રાઉન્ડ હતું. આ સ્ટેડિયમમાં પહેલી મેચ 22 જૂન 1814ના રોજ રમાઈ હતી. જ્યારે 1884માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. ઈંગ્લેન્ડની ટીમે આ મેચ જીતી હતી.

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડનના સેન્ટ જોન્સ વુડમાં આવેલું છે. આ લંડનના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. જ્યાં મિલકતના ભાવ ખૂબ ઊંચા છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની બ્રાન્ડ વેલ્યૂ અને ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં લેતા આ સ્ટેડિયમની કિંમત વધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની કિંમત 26,000 કરોડ રૂપિયાથી વધુ છે.

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડે ઘણી ઐતિહાસિક મેચોનું આયોજન કર્યું છે. તાજેતરમાં જ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ મેચ પણ આ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. જ્યાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયા આ મેચ માટે ક્વોલિફાય થઈ શકી ન હતી, જેના કારણે MCCને 45 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 19 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ફક્ત 3 મેચ જીતી છે અને 12 મેચ હારી છે. જ્યારે 4 મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ અહીં તેની છેલ્લી મેચ વર્ષ 2021માં જીતી હતી. (All Photo Credit : PTI / Getty)
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ ઐતિહાસિક લોર્ડ્સના મેદાનમાં યોજાશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
