IND vs AUS: પહેલી વનડેમાં રોહિત-વિરાટનું સ્થાન કન્ફર્મ, બીજા કોને મળશે તક ? આવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન
IND vs AUS પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 19 ઓક્ટોબરે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળશે. બંનેનું સ્થાન પ્લેઈંગ ઈલેવનમાં નક્કી જ છે. જાણો પહેલી વનડેમાં કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીનો પહેલો મુકાબલો પર્થમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ટીમ ઈન્ડિયા પહેલીવાર ODI ક્રિકેટમાં વાપસી કરવા માટે તૈયાર છે.

નવા ODI કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં, ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી પહેલીવાર રમતા જોવા મળશે. આ બંને ખેલાડીઓ લગભગ સાત મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે. બંને પહેલી મેચમાં રમશે તે નક્કી છે.

ઓસ્ટ્રેલિયામાં શુભમન ગિલ વનડે ટીમનું નેતૃત્વ કરશે, જેમાં ભારત માટે 50 ઓવરના ફોર્મેટમાં એક નવો યુગ શરૂ થવાનો છે. વેસ્ટ ઈન્ડીઝ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં સફળ જીત બાદ ગિલને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

ગિલને નવા વાઈસ-કેપ્ટન શ્રેયસ અય્યરનો સાથ મળશે. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં રોહિત શર્મા અને શુભમન ગિલ ઈનિંગની શરૂઆત કરે તેવી શક્યતા છે.

વિરાટ કોહલી ત્રીજા નંબરે બેટિંગ કરી શકે છે. ત્યારબાદ શ્રેયસ અય્યર બેટિંગ કરવા માટે આવી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીની જેમ, કેએલ રાહુલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે.

નીતીશ રેડ્ડી અને અક્ષર પટેલને પણ ઓલરાઉન્ડર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. સારા ફોર્મમાં ચાલી રહેલા કુલદીપ યાદવને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ ઝડપી બોલિંગની જવાબદારી સંભાળી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ. (PC: PTI / GETTY)
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ટીમ ઈન્ડિયા પહેલીવાર ODI ક્રિકેટમાં રમવા તૈયાર. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
