આ પાર્ટનરશિપે ભારત ઓસ્ટ્રેલિયા ત્રીજી ટી20માં કર્યો રનનો વરસાદ, કાંગારૂ ટીમના બોલર્સ વિકેટ માટે તરસ્યા
મંગળવારે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત ઓસ્ટ્રેલિયા T20 ત્રીજી મેચ હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 223 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેમાં વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ધૂમ મચાવી હતી. રુતુરાજે અહીં પોતાની પ્રથમ T20 ઈન્ટરનેશનલ સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાના બોલરોની હાલત ખરાબ કરી દીધી હતી. આ વચ્ચે ઋતુરાજ અને તિલક વર્માની પાર્ટનરશિપ મહત્વની સાબિત થઈ છે.

141 રનની અણનમ પાર્ટનરશિપ સાથે ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્માએ ભારત ઓસ્ટ્રેલિયા T20 માં ખૂબ સારું પર્ફોર્મન્સ આપ્યું. જોકે પાર્ટનરશિપમાં તિલકે માત્ર 31 રન કર્યા છે.

શરૂઆતમાં ઋતુરાજ ગાયકવાડે 21 બોલમાં 21 રનથી શરૂઆત કરી બાદમાં 57 બોલમાં 123 રન ફટકાર્યા અને અણનમ રહ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ માટે મોટો ટાર્ગેટ ખડકી દીધો હતો.

ઋતુરાજ ગાયકવાડે T20 માં વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડ્યો છે. વિરાટ કોહલીનો T20 માં 122 રન નોટ આઉટનો રેકોર્ડ છે જ્યારે આ વચ્ચે ઋતુરાજ ગાયકવાડે ભારત ઓસ્ટ્રેલિયા ત્રીજી T20 માં 123 રન નોટ આઉટ રહ્યો હતો.

મહત્વનુ છે કે ઓસ્ટ્રેલિયા માટે મેક્સવેલની 20મી ઓવર ખૂબ ખર્ચાળ સાબિત થઈ હતી. ગ્લેન મેક્સવેલે અંતિમ ઓવરમાં ભારતને 30 રન અપાવ્યા હતા.

એલિસના સ્લો બોલ અને બેહરનડોર્ફના 1-12 ના પરફોર્મન્સે ઓસ્ટ્રેલિયા તરફથી ખૂબ સાધારણ બોલિંગ પ્રદર્શન રહ્યું હતું. જેનો ભારતે ફાયદો ઉઠાવી 223 રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાને આપ્યો છે.
