ICCની સૌથી મોટી ટુર્નામેન્ટ શરૂ, 131 મેચ રમાશે, આ ખેલાડીની કારકિર્દી પહેલા સમાપ્ત થશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025-27ની મેચ જોવા માટે તૈયાર થઈ જાવ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરુઆત આજથી એટલે કે, 17 જૂનથી થઈ રહી છે.WTCની નવી સીઝનમાં 131 મેચ 9 ટીમ વચ્ચે રમાશે. તો ચાલો સમગ્ર માહિતી વિસ્તારથી જાણીએ.

સાઉથ આફ્રિકાની ટીમ ચેમ્પિયન બનવાની સાથે WTC 2023-25 સફર પૂર્ણ થઈ છે.હવે 17 જૂનથી આઈસીસીની સૌથી મોટી ટૂર્નામેન્ટ ફરી શરુ થવા જઈ રહી છે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025-27 શરુ થઈ રહી છે.

WTC 2025-27માં 9 ટીમ વચ્ચે કુલ 131 મેચ રમાશે. જેની શરુઆત શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચથી થશે.

17 જૂનથી શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટમેચની શરુઆત થશે. આ મેચ શ્રીલંકાના ઓલરાઉન્ડર મૈથ્યૂઝની રિટાયરમેન્ટ મેચ પણ છે. ટુંકમાં મૈથ્યુઝ પહેલો ખેલાડી હશે જેની કારકિર્દી WTC 2025-27માં સમાપ્ત થશે.

WTC 2025-27માં સૌથી વધારે 22 મેચ ઓસ્ટ્રેલિયાની ટીમ રમશે. ત્યારબાદ 21 મેચ ઈંગ્લેન્ડની ટીમ રમશે. જ્યારે ન્યુઝીલેન્ડની ટી 16 અને બાંગ્લાદેશની ટીમ 12-12 મેચ રમશે.

જો આપણે ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો કુલ 18 મેચ WTC 2025-27માં રમશે. જેમાં 9 ઘરઆંગણે જ્યારે બાકીની 9 મેચ ઘરની બહાર રમશે.

WTCની નવી ચેમ્પિયન ટીમ સાઉથ આફ્રિકા 2025-27 સીઝનમાં 14 મેચ રમશે.

તો વેસ્ટઈન્ડિઝની ટીમ 14 મેચ રમશે. જ્યારે પાકિસ્તાનની ટીમ 13 ટેસ્ટ મેચ રમશે.
દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ, જેને ‘પ્રોટીઝ’ તરીકે ઓળખવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મજબૂત ટીમોમાંની એક છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
