દુનિયા સામે કરવામાં આવે છે દેખાડો, આઈપીએલમાં ક્રિકેટર્સને મળે છે માત્ર આટલા પૈસા !
વર્લ્ડ કપ 2023ની સમાપ્તિ બાદ પણ ફેન્સને દ્વિપક્ષીય સિરીઝ દ્વારા મનોરંજનનો ડોઝ મળી રહ્યો છે. આ બધા વચ્ચે 19 ડિસેમ્બર 2023ના રોજ દુબઈમાં આઈપીએલ 2024 માટે હરાજી યોજાશે. 10 ટીમમાં 77 ખેલાડીઓ માટે સ્પોટ ખાલી છે જેમાંથી 30 વિદેશી ખેલાડીના સ્પોટ છે.

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં હાર બાદ અલગ અલગ અભિયાનો પર જઈને પોતાને વધુ મજબૂત બનાવી રહી છે. ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ જીત્યા બાદ 6 ડિસેમ્બરથી ભારતીય ટીમ સાઉથ આફ્રીકાના પ્રવાસે જઈ રહી છે. આ બધા વચ્ચે ભારતની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલ ચર્ચામાં છે. (PC - IPL)

હાલમાં જ જાહેરાત થઈ છે કે આઈપીએલ 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થશે. આ પહેલા 26 નવેમ્બરના રોજ તમામ 10 ટીમોએ છૂટેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. ચાલો જાણીએ કે ઓક્શનમાં જેટલી પ્રાઈઝમાં ખેલાડી ખરીદવામાં આવે છે, શું તેને એટલી જ પ્રાઈઝ મની મળે છે ? (PC - IPL)

આઈપીએલ જેવી લીગમાં ઓક્શન પ્રાઈઝમાંથી ટીડીએસ કાપવામાં આવે છે. એટલે કે ભારતીય ખેલાડીને જેટલુ પેમેન્ટ મળે છે તેમાંથી 10 ટકા ટીડીએસ કાપવામાં આવે છે. ટીડીએસની ગણતરી માત્ર ઓક્શન મનીના આધાર પર થાય છે. (PC - IPL)

આ સિવાય ઈનકમ ટેક્સના નિયમો પ્રમાણે તેમણે ટેક્સ પણ આપવો પડે છે. જોકે તે વર્ષની કમાણી પર આધાર રાખે છે. (PC - IPL)

જણાવી દઈએ કે વિદેશી ખેલાડીઓને 20 ટકા ટીડીએસ આપવો પડે છે. આ સિવાય વિદેશી ખેલાડીઓને કોઈ ટેક્સ આપવો પડતો નથી. (PC - IPL)