Harmanpreet Kaur, WPL 2023 Auction: હરમનપ્રીત કૌર બની મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો, MI એ 1.80 કરોડમાં ખરીદી
Harmanpreet Kaur Auction Price: ભારતીય ટીમને કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઈ ઈન્ડિયન્સે પોતાની સાથે જોડી છે, કૌર મુંબઈની ટીમનુ સુકાન સંભાળી શકે છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન પર પણ ધનવર્ષા થઈ છે. ભારતીય સુકાની હરમનપ્રીત કૌર પર મુંબઈ ઈન્ડિયન્સે 1.80 કરોડ રુપિયાની બોલી લગાવી છે. તોફાની બેટ્સમેન તરીકે જાણીકી હરમનપ્રીત મુંબઈ ટીમનો હિસ્સો બની છે.

હરમનપ્રીત કૌર ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બહોળો અનુભવ ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં 147 ટી20 મેચ રમી છે. જેમાં તેણે એક સદી અને 9 અડધી સદીની મદદ થી 2956 રન નિકાળ્યા છે.

હરમનપ્રીત કૌરે બીગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. જ્યાં તેણે 44 ઈનીંગ રમીને 1119 રન નોંધાવ્યા છે. બીગ બેશ લીગમાં હરમનપ્રીતની સરેરાશ 40થી વધારે છે. અહીં તે 27 વિકેટ પણ પોતાના નામે કરી ચુકી છે.

ભારતીય ટીમની સુકાની લાંબા શોટ લગાવવા માટે જાણિતી છે. તે રંગમાં આવ્યા બાદ મોટા શોટ લગાવીને માહોલ જબરદસ્ત બનાવી દે છે. આ સિવાય ડેથ ઓવર્સમાં પણ તે રન ઝડપથી નિકાળવામાં માહિર છે.

હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપની વાત કરવામાં આવે તો, અહીં પણ તે ખૂબ અનુભવ ધરાવે છે. તે દબાણની સ્થિતીમાં પણ સુકાની તરીકે પોતાના અંદાજથી કેપ્ટનશિપ નિભાવતી મેદાનમાં જોવા મળે છે. ફિલ્ડર ગોઠવવાથી લઈને બોલરોને રોટેટ કરવા સહિતની બાબતોમાં પણ તેના કેપ્ટન તરીકેના અનુભવના લક્ષણો જોઈ શકાય છે.