IPL 2023: કિંગ કોહલીથી કેપ્ટન પંડ્યા, IPLમાં આ ખેલાડીઓના ટેટૂએ જગાવી ચર્ચા
ક્રિકેટ વર્લ્ડમાં ખેલાડીઓ પોતાની શાનદાર રમત અને દમદાર રેકોર્ડ્સની સાથે તેમની લાઈફસ્ટાઈલ અને અવનવા શોખને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જેમાં પોતાના શરીર પર ટેટૂ ચિતરાવવાનો શોખ છેલ્લા કેટલાક સમયમાં મોટાભાગના ખેલાડીઓમાં સામાન્ય બની ગયો છે.

આ લિસ્ટમાં ભારતીય ખેલાડીઓની સાથે વિદેશના ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, શિખર ધવન, સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજાની સાથે ફાફ ડુ પ્લેસિસના ટેટૂ હાલ ચર્ચામાં છે.

ફાફ ડુ પ્લેસિસ: RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેના જમણા હાથના ઉપરના ભાગ પર એક ડીઝાઈનર ટેટૂ છે. પરંતુ તેના પેટ અને છાતીના વચ્ચેના ભાગે ડાબી તરફ બનાવેલું એરેબિક ભાષામાં લખાયેલ ટેટૂએ ક્રિકેટ વર્તુળમાં ભારે ચર્ચા જગાવી હતી.

હાર્દિક પંડ્યા: ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની બોલ્ડ અને બિન્દાસ લાઇફસ્ટાઇલની સાથે ફેશનેબલ લુક માટે ચર્ચામાં રહે છે. તેના શરીર પર પણ પણ કુલ 12 ટેટૂ છે. જેમાં Believe અને Never Give Up જેવા સ્લોગનની સાથે વાઘ, સિંહ, ગરુડ, કૂતરાના પંજા અને તેના જન્મનો સમય દર્શાવતી ઘડિયાળ તથા પિતા-પૂત્રનું ખાસ ટેટૂ પણ છે.

કેએલ રાહુલ:ઈજાગ્રસ્ત થતા વર્તમાન સિઝનમાંથી બહાર થયેલ સ્ટાઈલિસ્ટ ખેલાડી કેએલ રાહુલને પણ ટેટૂનો શોખ છે. તેના શરીર પર નવ ટેટૂ છે. ડાબો આખો હાથ આદિવાસી ડીઝાઈનથી ભરેલો છે, બેકના ઉપરના ભાગ પર પણ અત્રંગી ડીઝાઇન છે, સાથે જ તેના ફેવરીટ ડોગ સિમ્બાનું નામ અને ડીઝાઈનનું ટેટૂ પણ તેના શરીર પર છે.

સૂર્યકુમાર યાદવ:મુંબઈના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પણ અનેક ટેટૂ શરીર પર ચિતરાવ્યા છે, જેમાં જમણા હાથના ઉપરના ભાગે બનાવેલ તેના માતા-પિતાનું ટેટૂ ખુબ જ ખાસ છે. આ સિવાય તેની પત્નીનું નામ પણ તેના હાથ પર બનાવ્યું છે.

વિરાટ કોહલી:IPL 2023ની શરૂઆત પહેલા જ કોહલીએ 12મું ટેટૂ કરાવ્યું હતું. વિરાટના ટેટૂમાં તેનો આધ્યાત્મિક પ્રેમ અને તેના માતા-પિતા પ્રત્યેનો આદર દેખાઈ છે. કોહલીના શરીરના દરેક ટેટૂ ખૂબ જ ખાસ છે. કિંગ કોહલીના શરીર પર કુલ 12 ટેટૂ છે. તેના હાથમાં ભગવાન શિવનું ટેટૂ છે, તો માતા સરોજ અને પિતા પ્રેમ કોહલીના નામના ટેટૂ તેના શરીર પર છે. ટેસ્ટ અને ODI ડેબ્યુ કેપ નંબર પણ તેના શરીર પર ટેટૂના રૂપમાં છે. જાપાનીઝ સમુરાઈ, ઓમ અને ગોડસ આઈ સહિતની ડીઝાઇનના ટેટૂ પણ તેના શરીર પર છે.

યુઝવેન્દ્ર ચહલ:T20 ક્રિકેટમાં ભારતના સૌથી સફળ બોલર અને IPLમાં હાઈએસ્ટ વિકેટ લેનાર યુઝ્વેન્દ્ર ચહલે શોલ્ડર પર WWE અને હોલીવુડ સ્ટાર 'ધ રોક' ડ્વેન જોન્સનના જેવી જ ટેટૂ ચિતરાવ્યું છે.