ભારતીય ક્રિકેટરના પિતાને થઈ 7 વર્ષની જેલ, 14 લાખનો દંડ, કર્યો હતો આ ગુનો

ભારતના પૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાના પિતા વિનય ઓઝાને ઉચાપતના કેસમાં 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત વિનય ઓઝા પર 7 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વિનય ઓઝા પર 1.25 કરોડની ઉચાપત (ખોટી રીતે નાણાં ઉપાડ) કરવાનો આરોપ છે.

| Updated on: Dec 25, 2024 | 11:23 AM
ભારતના પૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાના પિતા વિનય ઓઝા વિરુદ્ધ મોટું એક્શન લેવામાં આવ્યું છે. વિનય ઓઝાને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે અને 7 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

1 / 7
 બેંક ઓફ મહારાષ્ટ્રની ઝોલખેડા શાખામાં 2013માં સવા કરોડની ઉચાપત (ખોટી રીતે નાણાં ઉપાડ) મામલે 11 વર્ષ બાદ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. અન્ય 4 આરોપીઓને પણ સજા સંભળાવવામાં આવી છે. જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર નમન ઓઝાના પિતા વિનય ઓઝા પણ સામેલ છે.

2 / 7
તમને જણાવી દઈએ કે, નમન ઓઝાના પિતા વિનય ઓઝાને વર્ષ 2024માં આ મામલે ઘરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2013માં બેંક ઓફ મહારાષ્ટ્ર શાખાના જૌલખેડામાં પોસ્ટ કરાયેલા બેંક મેનેજર અભિષેક રત્નમ, વિનય ઓઝા અને અન્યોએ મળીને નકલી નામ અને ફોટાના આધારે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી બેંકમાંથી રકમ ઉપાડી હતી.

3 / 7
ત્યારે અંદાજે સવા કરોડની રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ કેસનો માસ્ટર માઈન્ડ અભિષેક રત્નમ હતો, જેણે બેંક અધિકારીઓના પાસવર્ડનો દુરુપયોગ કર્યો હતો અને નકલી એકાઉન્ટ દ્વારા ઉચાપત કરી હતી.

4 / 7
હવે કોર્ટે વિનય ઓઝા સિવાય અભિષેક રત્નમને 10 વર્ષની જેલ અને 80 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.ઘનરાજ પવાર અને લખન હિંગવેને પણ 7-7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.

5 / 7
ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ વર્ષ 2021ની શરુઆતમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના ઈન્ટરનેશનલ કરિયર દરમિયાન ટીમ ઈન્ડિયા માટે 1 ટેસ્ટ, 1 વનડે અને 2 ટી20 મેચ રમી છે.

6 / 7
આ દરમિયાન ટેસ્ટમાં તેમણે 56 રન, વનડેમાં 1 રન અને ટી20માં 12 રન બનાવ્યા છે. તો ફર્સ્ટ ક્લાક ક્રિકેટમાં તેમણે 22 સદીની સાથે કુલ 9753 રન બનાવ્યા છે. લિસ્ટ એમાં પણ તેના નામે 4278 રન છે.આ સાથે 9 સદી પણ સામેલ છે, આ સિવાય ટી20માં પણ તેમણે 2972 રન બનાવ્યા છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">