Dwarka: ઓખામાં જેટી બનાવવાની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા ત્રણ શ્રમિકના થયા મોત
દ્વારકામાં ઓખામાં જેટી પર દુર્ઘટના સર્જાઈ, જેમા ત્રણ શ્રમિકોના મોત થયા છે. જ્યારે એક શ્રમિક દરિયામાં ડૂબ્યો હોવાથી તેમની શોધખોળ હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
દ્વારકાના ઓખામાં જેટી પર દુર્ઘટના સર્જાઈ હતી. જેમા કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી સમયે ક્રેન તૂટતા ત્રણ શ્રમિકો દટાયા હતા. આ ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા છે. જ્યારે એક શ્રમિક દરિયામાં ડૂબ્યો હોવાથી તેની શોધખોળ હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
દુર્ઘટનાની જાણ થતા જ 108, ફાયર વિભાગની ટીમ, પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમ દોડી આવી હતી અને ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્રણેય મૃતકોની ઓળખ કરી લેવાઈ છે. આ ત્રણેય શ્રમિકો જેટી પર ક્રેન તૂટીને નીચે પડતા તેની નીચે દબાઈ જવાથી બે અને દરિયામાં પડી જવાથી એક એમ કૂલ ત્રણ શ્રમિકોના મોત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં દરિયામાં ડૂબેલા શ્રમિકને રેસક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થયુ હતુ.
Input Credit- Jay Goswami- Dwarka