Indian Railway : ભારતમાં આવેલા છે 7 ઈન્ટરનેશનલ રેલવે સ્ટેશન, જ્યાંથી તમે જઈ શકશો વિદેશની સફરે
Indian Railway Trains : જ્યારે તમે ભારતમાં મુસાફરી કરો છો ત્યારે ભારતીય રેલવે તમને દેશના દરેક ખૂણામાં જવા માટે મદદ કરે છે પરંતુ તમે ભારતીય ટ્રેનો દ્વારા દેશની બહાર પણ મુસાફરી કરી શકો છો.

ભારતમાં લાખો લોકો રોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. તેમાંથી ઘણી ટ્રેનો એવી છે જે વિદેશમાં પણ જાય છે. આવો જાણીએ કે વિદેશમાં કંઈ કંઈ ટ્રેનો જાય છે અને ભારતમાં કઈ જગ્યાએ ઈન્ટનેશનલ રેલવે સ્ટેશનો આવેલા છે.

બંગાળના હલ્દીવાડી રેલવે સ્ટેશનથી બાંગ્લાદેશ માટે ટ્રેન જાય છે. અહીંયાથી તમે પાડોશી દેશમાં જઈ શકો છો.

જો તમે ટ્રેનથી નેપાળ જવા માંગો છો તો બિહારના મધુબનીમાં આવેલા જયનગર રેલવે સ્ટેશનથી તમે જઈ શકો છો.

બાંગ્લાદેશ જવા માટે તમે બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલા પેટ્રાપોલ રેલવે સ્ટેશનથી પણ ટ્રેનમાં બેસી શકો છો.

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આવેલું સિંગાબાદ રેલવે સ્ટેશનથી પણ બાંગ્લાદેશ જઈ શકાય છે.

નેપાળ પહોંચવા માટે ભારતીય રેલવેનું એક અનોખું રેલવે સ્ટેશન જોગબની, બિહારમાં આવેલું છે. જોગબની સ્ટેશનની બહાર જ નેપાળની બોર્ડર આવેલી છે.

પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં આવેલું રાધિકાપુર રેલવે સ્ટેશન મુખ્ય રુપથી ભારત-બાંગ્લાદેશની વચ્ચે વેપાર માટે ઉપયોગ કરવામાં આવે છે.
રેલવેના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































