કેવી રીતે થાય છે ASI સર્વે ? કેવી રીતે ખબર પડે કે જમીનની નીચે મંદિર હતું કે મસ્જિદ ?
ASIએ સંભલના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને શોધવા માટે ઘણી જગ્યાએ સર્વે કર્યું છે. દેશમાં આ પ્રકારનો સર્વે પહેલીવાર નથી થઈ રહ્યો. આ પહેલા અયોધ્યા અને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં પણ આવો જ સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI સર્વે કેવી રીતે થાય છે, તેની સ્થાપના ક્યારે થઈ હતી ?

ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદ વિવાદ બાદ હાલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)નું નામ ચર્ચામાં છે. ASIએ સંભલના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને શોધવા માટે ઘણી જગ્યાએ સર્વે કર્યું છે. દેશમાં આ પ્રકારનો સર્વે પહેલીવાર નથી થઈ રહ્યો. આ પહેલા અયોધ્યા અને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં પણ આવો જ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ ASI રિપોર્ટના આધારે કોર્ટ પોતાનો ચુકાદો આપે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI સર્વે કેવી રીતે થાય છે, તેની સ્થાપના ક્યારે થઈ હતી ? ASIની સ્થાપના ક્યારે થઈ ? ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો ઈતિહાસ દેશની આઝાદી કરતાં પણ જૂનો છે. તેની સ્થાપના આઝાદીના લગભગ આઠ દાયકા પહેલા 1861માં થઈ હતી. એલેક્ઝાન્ડર કનિંગહામ બ્રિટિશ ભારતમાં તેના પ્રથમ ડિરેક્ટર જનરલ બન્યા. જો કે, 1865 અને 1871 ની વચ્ચે ભંડોળના અભાવને કારણે સર્વેક્ષણને...