અમદાવાદના ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની નવી મૂર્તિ સ્થાપિત, લોકોએ ધરણા સમેટ્યા, જુઓ Video

અમદાવાદના ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની નવી મૂર્તિ સ્થાપિત, લોકોએ ધરણા સમેટ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2024 | 11:21 AM

અમદાવાદના ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના બાદ વિરોધ પ્રદર્શનો થયા હતા અને ખોખરા બંધ પણ પાડવામાં આવ્યું હતું. હવે, નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ધરણાં પણ સમેટાયા છે. આ ઘટના રાજકીય વિવાદનું કારણ પણ બની હતી.

અમદાવાદના ખોખરમાં આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના કેસમાં ક્રાઇમ બ્રાંચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જે પછી આજે ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મૂર્તિના અનાવરણ બાદ હાજર લોકોએ ધરણાં સમેટી લીધા છે.

ખંડિત કરાયેલી મૂર્તિની જગ્યા પર હવે નવી મૂર્તિ સ્થાપિત કરાઈ

અમદાવાદના ખોખરામાં આંબેડકરની પ્રતિમા ખંડિત થવાનો મુદ્દો વિવાદનું કારણ બન્યો હતો. ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ખોખરા બંધનું એલાન આપી દીધુ હતુ.ગઇકાલે કેટલાક વેપારીઓએ સ્વયંભૂ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા. તો સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન યોજી ધરણા પર કર્યા હતા. જો કે બાબાસાહેબની ખંડિત કરાયેલી મૂર્તિની જગ્યા પર હવે નવી મૂર્તિ સ્થાપિત કરાઈ છે. મૂર્તિના અનાવરણ બાદ હાજર લોકોએ ધરણાં સમેટ્યા હતા.

મૂર્તિનો વિવાદ પર શરુ થઇ હતી રાજનીતિ

મહત્વનું છે કે મૂર્તિનો વિવાદ રાજનીતિનું પણ કારણ બન્યો હતો. ભાજપ અને કોંગ્રેસ નેતાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાજપ પર આંબેડકર વિરોધી વલણનો આરોપ લગાવ્યો. તો ભાજપે કડક કાર્યવાહીની માગ સાથે કોંગ્રેસના આરોપો ફગાવ્યા. તો વિરોધના વંટોળ વચ્ચે ક્રાઇમ બ્રાંચે ઘટનાના ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે મેહુલ અને ભોલા ઠાકોરે અન્ય ત્રણ ઇસમો સાથે મળીને મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું.

Published on: Dec 25, 2024 11:18 AM
g clip-path="url(#clip0_868_265)">