Ahmedabad : ઈસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઈન વોશના આક્ષેપ ! નિવૃત્ત આર્મી જવાનની HCમાં અરજી, જુઓ Video
અમદાવાદના એસ. જી હાઈવે પર આવેલુ ઈસ્કોન મંદિર વિવાદમાં આવ્યુ છે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના કથિત બ્રેઈન વોશ થતુ હોવાના આક્ષેપ સાથે અરજી કરવામાં આવી છે. નિવૃત્ત આર્મી જવાને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી દાખલ કરવામાં આવી છે.
ગુજરાતમાં વધુ એક ધાર્મિક સ્થળનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અમદાવાદના એસ. જી હાઈવે પર આવેલુ ઈસ્કોન મંદિર વિવાદમાં આવ્યુ છે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના કથિત બ્રેઈન વોશ થતુ હોવાના આક્ષેપ સાથે અરજી કરવામાં આવી છે.
નિવૃત્ત આર્મી જવાને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મંદિરના પૂજારી સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજદારની દીકરીને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
યુવાન દીકરીઓના બ્રેઈનવોશનો આક્ષેપ
જૂન મહિનામાં દીકરીના ગુરુ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે યુવાન દીકરીને ભગાડી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટમાં કરેલી રજૂઆત અનુસાર 3.62 લાખ રોકડા અને 23 તોલા સોનું લઈ દીકરીને ભગાડી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
અગાઉ પણ ગુરુએ પોતાના શિષ્ય સાથે દીકરીના લગ્નની વાત કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલગ જ્ઞાતિ હોવાથી અરજદારે દીકરીના લગ્ન માટે ઈન્કાર કરી દીધો હતો . હાલ ઉત્તર પ્રદેશના મથુરામાં અરજદારની દીકરી હોવાની માહિતી અરજદારને મળી હતી. જેના પગલે અરજદારે પોલીસ કમિશનર, કાયદા અને ગૃહ મંત્રાલયમાં પણ અરજી આપી છે.
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
