AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy Prize Money: ચેમ્પિયન્સ ટ્રોફીની ઈનામી રકમમાં 53 ટકાનો વધારો, વિજેતા ટીમને મળશે આટલા કરોડ રૂપિયા

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટમાં કોઈપણ ટીમ ખાલી હાથે પાછી નહીં ફરે. ગ્રુપ સ્ટેજમાં પણ દરેક મેચ જીતવા માટે મોટી રકમ મળશે.

| Updated on: Feb 14, 2025 | 4:37 PM
Share
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ઈનામી રકમની જાહેરાત કરી છે. 8 ટીમો વચ્ચે રમાનારી આ ટુર્નામેન્ટ માટે ICCએ મોટી ઈનામી રકમ રાખી છે.

1 / 6
ખાસ વાત એ છે કે ગત ચેમ્પિયન્સ ટ્રોફીની સરખામણીમાં ઈનામી રકમમાં 53%નો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવા બદલ ટીમોને અલગથી રૂપિયા આપવામાં આવશે અને ટુર્નામેન્ટમાં છેલ્લા સ્થાને રહેનાર ટીમ પણ ખાલી હાથે પાછી નહીં ફરે.

2 / 6
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે કુલ ઈનામી રકમ 6.9 મિલિયન ડોલર નક્કી કરવામાં આવી છે. ચેમ્પિયન બનનાર ટીમને 2.24 મિલિયન ડોલર એટલે કે લગભગ 20 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે રનર-અપ ટીમને 1.12 મિલિયન ડોલર એટલે કે લગભગ 10 કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત, સેમીફાઈનલમાં હારનારી બંને ટીમોને ઈનામ તરીકે અંદાજે 5 કરોડ રૂપિયા આપવામાં આવશે.

3 / 6
ખાસ વાત એ છે કે ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગયેલી ટીમો પણ ખાલી હાથે નહીં જાય. પાંચમા કે છઠ્ઠા સ્થાને રહેનારી ટીમોને 3.5 લાખ ડોલર એટલે કે 3 કરોડ રૂપિયા, જ્યારે સાતમા અને આઠમા સ્થાને રહેનારી ટીમોને 1 લાખ 40 હજાર ડોલર એટલે કે 1 કરોડ 20 લાખ રૂપિયા આપવામાં આવશે.

4 / 6
આ ઉપરાંત, ગ્રુપ સ્ટેજમાં દરેક જીત માટે 34 હજાર ડોલર એટલે કે અંદાજે 30 લાખ રૂપિયા આપવામાં આવશે. બીજી તરફ, આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ આઠેય ટીમોને 1 લાખ 25 હજાર ડોલર એટલે કે અંદાજે 1 કરોડ રૂપિયા અલગથી આપવામાં આવશે.

5 / 6
ICC ચેરમેન જય શાહે જણાવ્યું હતું કે, 'ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે, જે એક એવી ટુર્નામેન્ટને પુનર્જીવિત કરે છે જે ODI ફોર્મેટના શિખરને ઉજાગર કરે છે, જ્યાં દરેક મેચ મહત્વપૂર્ણ છે.' આ ઈનામની રકમ રમતમાં રોકાણ કરવા અને આપણી ઈવેન્ટ્સની વૈશ્વિક પ્રતિષ્ઠા જાળવવા માટે ICCની સતત પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.  (All Photo Credit : PTI / GETTY / X)

6 / 6

19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત થશે. વર્લ્ડની ટોપ 8 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની દાવેદાર છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચારો વાંચવા ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">