Ind vs Eng Test : ભારત-ઇંગ્લેન્ડ સીરિઝ પહેલા સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, 19 વર્ષના બોલરને તાત્કાલિક બોલાવવામાં આવ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 20 જૂનથી રમાશે. પરંતુ ઈજાગ્રસ્ત એક સ્ટાર ખેલાડી આ મેચમાંથી બહાર થઈ શકે છે. તેના સ્થાને 19 વર્ષના ખેલાડીને કવરના રુપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂન 2025થી શરુ થનારી પાંચ મેચની ટેસ્ટ સીરિઝ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેમની ફાસ્ટ બોલિંગ યુનિટ પહેલાથી જ ઇજાઓથી પરેશાન હતી, અને હવે જોશ ટોંગ પણ ઇજાગ્રસ્ત થયો છે.

ભારત A સામે ઇંગ્લેન્ડ લાયન્સની બીજી અનૌપચારિક ટેસ્ટ દરમિયાન મેદાનની બહાર ગયો હતો. આ સ્થિતિમાં, ઇંગ્લેન્ડે કવર તરીકે તેમની ટેસ્ટ ટીમમાં 19 વર્ષીય યુવા ફાસ્ટ બોલરનો સમાવેશ કર્યો છે.

ઇંગ્લેન્ડની ફાસ્ટ બોલિંગ પહેલાથી જ નબળી સ્થિતિમાં હતી. તેમનો મુખ્ય ફાસ્ટ બોલર માર્ક વુડ ઈજાને કારણે બહાર છે, જ્યારે જોફ્રા આર્ચર પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. આ ઉપરાંત, ગુસ એટકિન્સન પણ ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, જોશ ટોંગની ઈજાએ ઇંગ્લેન્ડની ચિંતાઓમાં વધુ વધારો કર્યો છે.

ઈંગ્લેન્ડ વધુ જોખમ લેવા માંગતો નથી અને તેમણે યુવા બોલરને ટીમમાં બોલાવવાનો નિર્ણય લીધો છે.ઈંગ્લેન્ડે 19 વર્ષના યુવા ફાસ્ટ બોલર એડી જૈકને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. એડી જૈકે અત્યારસુધી માત્ર 2 ટેસ્ટ મેચ રમી છે. બંન્ને ભારત એ વિરુદ્ધ આ બંન્ને મેચ ડ્રો રહી હતી. ઓછો અનુભવ હોવા છતાં ઈંગ્લેન્ડે આ યુવા ફાસ્ટ બોલર પર વિશ્વાસ રાખ્યો છે.

તો બીજી બાજુ ભારતીય ટીમ પોતાની મજબુત બોલિંગ લાઈનમાં જસપ્રીત બુમરાહ જેવા બોલરની સાથે આ સીરિઝમાં દબદબો રાખવાનો પ્રયત્ન કરશે. ચાહકોની નજર હવે 20 જૂનથી શરુ થનારી પહેલી ટેસ્ટ પર છે. જ્યાં ઈંગ્લેન્ડના બોલર સામે ભારતીય બેટ્સમેનની રોમાંચક મેચ જોવા આતુર છે.
અહીંથી ઉદ્દભવેલી આ રમત આજે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે.ઈંગ્લેન્ડને હંમેશા મજબૂત ટીમ તરીકે જોવામાં આવે છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
































































