T20 World Cup 2024 : વેસ્ટ ઈન્ડિઝ એક દેશ છે કે નહીં ? 99% લોકો હજુ પણ નથી જાણતા તમે જાણી લો
અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં 1 જૂનથી T20 વર્લ્ડ કપ શરુ થશે. તો આ પહેલા જાણી લો કે, તમે વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ પણ જોઈ હશે. પરંતુ શું તમને ખબર છે કે, વેસ્ટ ઈન્ડિઝ દેશ નથી. તો આ સાથે જોડાયેલી મહ્તવની વાતો વિશે જાણો.

ક્રિકેટમાં તમે વેસ્ટ ઈન્ડીઝનું નામ તો સાંભળ્યું હશે. તો હાલમાં જ ટી 20 વર્લ્ડકપનું આયોજન અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં કરવામાં આવ્યું છે. તમે ક્રિકેટની ટીમમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને પણ રમતા જોયા હશે પરંતુ શું તમને ખબર છે કે, વેસ્ટ ઈન્ડિઝ કોઈ દેશ નથી તો શું છે? જાણો આ સાથે જોડાયેલી રસપ્રદ વાતો

આ ક્રિકેટ રમતા દેશોનું જૂથ છે, જેને 'કેરેબિયન દેશો' કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કેરેબિયન ટાપુઓમાં કુલ 28 દેશ અને પ્રાંત છે, જેમાંથી 15 દેશો અને પ્રાંતોના ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ બનાવે છે.તો આજે આપણે વાત કરીશું કે, વેસ્ટ ઈન્ડિઝ દેશ નહીં તો શું છે ?

કેરેબિયન ટાપુ મહાસાગર સ્થિત એક દ્રીપસમુહ છે. આ દ્રીપસમુહ 4,020 કિલોમીટર લાંબો અને 257 કિલોમીટર પહોળો છે. જેમાં 7000થી વધુ ટાપુઓ આવેલા છે. ફેમસ ક્રિકેટર ક્રિસ ગેલ જમૈકા આઇલેન્ડનો રહેવાસી છે. તેવી જ રીતે, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમમાં હાજર તમામ ખેલાડીઓ કોઈને કોઈ દેશ અથવા પ્રાંતના છે.

શું તમે જાણો છો કે આ દ્વીપસમૂહનું નામ કેમ કેરેબિયન રાખવામાં આવ્યું? રિયલમાં 'કેરિબ' નામની એક આદિજાતિ રહે છે, જેના નામ પરથી આ દ્વીપસમૂહનું નામ કેરેબિયન રાખવામાં આવ્યું છે.એટલા માટે વેસ્ટ ઈન્ડિઝ નામનો કોઈ દેશ નથી, પરંતુ તે કેટલાક કેરેબિયન દેશોના સમૂહથી બનેલો છે.

કેરેબિયન દ્રીપસમુહનો સૌથી મોટો દેશ ક્યુબા છે. જ્યારે સૌથી નાનો સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ છે. ક્યુબા જે અંદાજે 42 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે, તો અહિ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ અંદાજે 261 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. (photo : www.countrylife.co.uk)

ક્રિકેટ મેચ શરુ થતા પહેલા બંને ટીમના રાષ્ટ્રીય ગીત ગવાતા હોય છે. પણ વેસ્ટઈન્ડીઝ કોઈ દેશ નથી. તેથી તેનું કોઈ રાષ્ટ્રીય ગીત નથી. તેના ખેલાડીઓ ક્રિકેટ એન્થમ ગાતા હોય છે. તેમનો ઝંડો પણ ક્રિકેટ ફ્લેગ છે.(photo : commonwealthchamber.com)
