AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepak Chahar Family Tree : આજે છે દિપક ચહરનો જન્મદિવસ, ગર્લફ્રેન્ડને મેચ દરમિયાન પ્રપોઝ કર્યું હતું જાણો તેના પરિવાર વિશે

દીપક ચાહર (Deepak Chahar)નો જન્મ ઉત્તર પ્રદેશના આગ્રામાં થયો હતો. પરંતુ હાલ તે પોતાના પરિવાર સાથે રાજસ્થાનના સુરતગઢમાં રહે છે. તેના પિતાનું નામ લોકેન્દ્ર સિંહ ચહર અને માતાનું નામ પુષ્પા ચહર છે. તેની બહેન સુંદરતા મામલે બોલિવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 12:49 PM
Share
Deepak Chahar Birthday: ફાસ્ટ બોલર દીપક ચહર આજે 31 વર્ષનો થઈ ગયો છે. દીપક ચહર તેની બોલિંગથી ચાહકોના દિલ જીત્યા છે. તેના ચાહકો અને ક્રિકેટરો આજે દીપક ચહરને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

1 / 6
 દિપક ચહરના પિતા લોકેન્દ્ર સિંહ ચહર ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત થયા છે અને તેમની માતા પુષ્પા ચહર ગૃહિણી છે. તેની એક મોટી બહેન માલતી ચાહર છે, જે બોલીવુડની ફિલ્મ અભિનેત્રી છે. દિપકે તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને તેની ટીમની 2021 ઈન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી લીગ-સ્ટેજ મેચ દરમિયાન પ્રપોઝ કર્યું હતું.

2 / 6
દીપક ચહર પ્રથમ વખત 18 વર્ષની ઉંમરે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે તેની શાનદાર સ્વિંગ બોલિંગથી હૈદરાબાદની બેટિંગ લાઇન અપને તોડી નાખી હતી. તેણે રણજી ટ્રોફીમાં ડેબ્યૂમાં 10 રન આપીને આઠ વિકેટ ઝડપી હતી કારણ કે હૈદરાબાદ 21 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. તેનું પ્રદર્શન યુટ્યુબ પર ડોમેસ્ટિક ક્રિકેટના સૌથી વધુ જોવાયેલા વીડિયોમાં સામેલ છે.

3 / 6
તમને જણાવી દઈએ કે દીપકે જયાને ખૂબ જ ખાસ રીતે પ્રપોઝ કર્યું હતું. તેણે 2021 ઈન્ડિયન પ્રીમિયર લીગની તેની ટીમની છેલ્લી લીગ-સ્ટેજ મેચ દરમિયાન બધાની સામે તેની જયાને પ્રપોઝ કર્યું. ત્યારબાદ બંન્ને લગ્નના બંધનમાં બંધાયા હતા. દીપક ચહર અને જયા ભારદ્વાજ બંને તેમના લગ્નના ડ્રેસમાં અદ્ભુત દેખાતા હતા, જેને દેશના જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ખાસ ડિઝાઇન કર્યો હતો. દીપક ચહર સફેદ શેરવાનીમાં જોવા મળ્યો હતો, જ્યારે દુલ્હન જયા લાલ અને સોનેરી રંગના લહેંગામાં સુંદર લાગી રહી હતી.

4 / 6
ફાસ્ટ બોલર દીપક ચહર આજે 31 વર્ષનો થઈ ગયો છે. દીપક ચહરે પોતાની બોલિંગથી ઘણા દિગ્ગજ બેટ્સમેનોને પરેશાન કર્યા છે. આઈપીએલથી પોતાની સફર શરૂ કરનાર દીપકે પોતાની શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયામાં પણ જગ્યા બનાવી લીધી.તેણે 10 ફેબ્રુઆરી 2010ના રોજ લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો. પરંતુ આ સિઝનમાં તેને માત્ર એક જ મેચમાં તક મળી હતી. તે જ વર્ષે તેણે પ્રથમ વર્ગમાં પ્રવેશ કર્યો. જેમાં તેણે માત્ર 7 ઓવરમાં 8 વિકેટ ઝડપી હતી

5 / 6
ભારતીય ક્રિકેટ ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહરની બહેન માલતી પણ તેના ભાઈની જેમ ખૂબ જ લોકપ્રિય છે. તેની બહેન માલતી ચાહરે થોડા દિવસ પહેલા જ સ્વિમિંગ પૂલમાંથી ફોટો શેર કર્યા હતા. જેમાં તે ખુબ હોટ લાગી રહી હતી.દીપક ચહરની બહેન માલતી ચહર એક એક્ટર અને મોડલ છે અને અવારનવાર પોતાની ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">