KL Rahul Birthday: રાહુલની ગણતરી વિશ્વ ક્રિકેટના ટોચના બેટ્સમેનોમાં થાય છે, રસપ્રદ છે દિગ્ગજની સ્ટોરી
કેએલ રાહુલ આજે 31 વર્ષનો થઈ ગયો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને બહુ ઓછા સમયમાં મોટા રેકોર્ડ તોડી નાખ્યા. તેણે ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ સિરીઝ દરમિયાન જ સદી પણ ફટકારી છે. આ જ કારણ છે કે તેની ગણતરી મહાન ક્રિકેટરોમાં થાય છે.


લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે પોતાની કારકિર્દીમાં આટલા ટૂંકા ગાળામાં જે ઊંચાઈને સ્પર્શી હતી તે ઊંચાઈ સુધી ઘણા મોટા ક્રિકેટરો નથી પહોંચી શક્યા. કેએલ રાહુલનો જન્મ 18 એપ્રિલ 1992 એટલે કે આ દિવસે થયો હતો. રાહુલ આજે 31 વર્ષનો થઈ ગયો છે.

ભલે રાહુલ અત્યારે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વાઇસ કેપ્ટને ઓસ્ટ્રેલિયા જેવી ટીમને ઘરઆંગણે હરાવ્યું છે.

કેએલ રાહુલે 2014ના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. વિદેશમાં રમાયેલી પ્રથમ પાંચ મેચ દરમિયાન તે ત્રણ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. તેણે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ સદી ફટકારી હતી. આ પછી કેએલએ કોલંબોમાં અને પછી વેસ્ટ ઈન્ડિઝના કિંગ્સટનમાં સદી ફટકારી હતી. આ સાથે તેને ટૂંક સમયમાં જ મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તક આપવામાં આવી. 2016માં તેણે T20 અને ODI ડેબ્યૂ કર્યું હતું.

વર્ષ 2018માં પંજાબ કિંગ્સે 11 કરોડ રૂપિયા ખર્ચીને કેએલ રાહુલને ખરીદ્યો હતો. આ જ સિઝનમાં કેએલએ 14 બોલમાં અડધી સદી ફટકારીને આઈપીએલમાં ઈતિહાસ રચ્યો હતો. આ પછી તે પંજાબનો કેપ્ટન બન્યો. IPL 2022 પહેલા, તે નવી ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સમાં કેપ્ટન તરીકે જોડાયો હતો.

વર્ષ 2022 કેએલ રાહુલ માટે સારું ન હતુ, તે ટી 20 વર્લ્ડ કપમાં રન બનાવી શક્યો નહિ, અન્ય ફોર્મેટમાં પણ તેનું બેટ ચાલતું ન હતુ. આ જ કરાણ છે કે, 2023ની શરુઆત થઈ તો તેમણે ટી 20 ટીમના વાઈસકેપ્ટનના પદ પરથી દુર કરવામાં આવ્યો હતો. આ વર્ષે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન તેમણે ટેસ્ટ ના વાઈસકેપ્ટન પદ પરથી દુર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્લેઈંગ ઈલેવનમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર અને વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ લગ્ન કરી લીધા છે.રાહુલ અને અથિયાના લગ્નમાં માત્ર ખૂબ જ નજીકના લોકો જ હાજર રહ્યા હતા

































































