લો બોલો આ ખબર છે? વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કરનારી મહિલા ક્રિકેટર છે સમલૈંગિક!
વિરાટ કોહલીને ઘણા વર્ષો પહેલા પ્રપોઝ કરનારી મહિલા ડેનિયલ વ્યાટ ખૂબ જ ચર્ચામાં રહી છે. ડેનિયલ વ્યાટે તાજેતરમાં જ ફૂટબોલ આયોજક જ્યોર્જી હોજ સાથે સગાઈ કરી હતી. પરંતુ વિરાટ કોહલની પ્રપોઝ કરનારી આ મહિલા ક્રિકેટર સમલૈંગિક મહિલા ક્રિકેટર છે.

ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી ક્રિકેટર ડેનિયલ વ્યાટ સાથે લગ્નના પ્રપોઝને કારણે ચર્ચામાં આવ્યો હતો. પરંતુ જો પ્રપોઝ કોઈ સામાન્ય છોકરી તરફથી આવ્યો હોત તો આવા સમાચારો આટલા ચર્ચામાં ન આવ્યા હોત, પરંતુ ક્રિકેટર ડેનિયલ વ્યાટ સમલૈંગિક મહિલા ક્રિકેટર છે.

2 માર્ચે ડેનિયલ વ્યાટે ટ્વિટર પર પોતે જ્યોર્જી હોજને કિસ કરતો ફોટો શેર કર્યો હતો, જેમાં ડેનિયલ વ્યાટે તેની લેફ્ટ હેન્ડની આંગળી પર પ્લેટિનમ એમ્બોસ્ડ સોલિટેર રિંગ પહેરેલી હતી. કેપ્શનમાં લખ્યું છે, "માઈન ફોરએવર."

જ્યોર્જી હોજ સાથેની તેની સગાઈ સિવાય ડેનિયલ વ્યાટને ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર સાથે ઘણીવાર જોવા મળી હતી, તેની પર્સનલ લાઈફ વિશે વધુ અફવાઓ સામે આવી હતી.

આ કપલ પાંચ વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ સગાઈ કરી. વિરાટ કોહલીને લઈને ડેનિયલ વ્યાટ અગાઉ કરેલા પ્રપોઝલને કારણે અને તેની લૈંગિકતાને કારણે ચર્ચામાં આવી છે.

તેની લિંગ ઓળખ અંગે ડેનિયલ વ્યાટનો દૃષ્ટિકોણ સંપૂર્ણ અલગ છે, તેના મતે પુરૂષ અને સ્ત્રી વચ્ચે કોઈ ભેદભાવ નથી.
