Breaking News : વરસાદને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઈનલ રેસની આખી ગેમ બદલાઈ ગઈ, જાણો કેવું છે નવું સમીકરણ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ વરસાદના કારણે રદ્દ થતા બંને ટીમો વચ્ચે 1-1 પોઈન્ટ વહેંચાઈ ગયા. આવી સ્થિતિમાં બંને ટીમો હવે ત્રણ પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પહોંચવા માટે દાવેદાર છે. જોકે, દક્ષિણ આફ્રિકા હાલમાં સારા નેટ રન રેટના કારણે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ગ્રુપ B માંથી કઈ ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે અને બધી ટીમો માટે સમીકરણ શું હશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સેમીફાઈનલ માટેની દોડ તેજ બની ગઈ છે. પરંતુ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જતાં સેમીફાઈનલની દોડમાં રોમાંચક વળાંક આવ્યો છે. ગ્રુપ B માં ચારેય ટીમો હજુ પણ સેમીફાઈનલમાં પહોંચવાની દાવેદાર છે.

જો દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ સામેની છેલ્લી મેચ જીતી જાય તો સીધું સેમીફાઈનલમાં પહોંચશે. જો દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ સામે હારી જાય, તો પણ આફ્રિકાની સેમીફાઈનલમાં પહોંચવાની તકો યથાવત રહેશે, પરંતુ તેના માટે ઈંગ્લેન્ડે પોતાની બંને મેચ હારવી જરૂરી છે.

જો ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામેની છેલ્લી મેચ જીતી જશે તો તે સીધું સેમીફાઈનલમાં પહોંચશે. જો ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામે હારી જાય છે, તો ઓસ્ટ્રેલિયાને ઈંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની જીત પર આધાર રાખવો પડશે.

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી હાર બાદ ઈંગ્લેન્ડે હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે બાકીની બંને મેચ જીતવી પડશે, ત્યારબાદ જ ઈંગ્લેન્ડ ક્વોલિફાય થઈ શકશે.

અફઘાનિસ્તાન ગ્રુપ B માં સૌથી નીચે છે. હવે તેમને છેલ્લી બે મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. જો અફઘાનિસ્તાન બંને મેચ જીતી જાય તો તે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. (All Photo Credit :PTI / GETTY)
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવાની દાવેદાર ટીમમાંની એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા ક્લિક કરો
