Year Ender 2025 : રેલવેએ આ વર્ષે ઘણા મોટા ફેરફારો કર્યા! લાખો મુસાફરો પર આની અસર પડશે, ટિકિટ બૂક કરતાં પહેલા નિયમો જાણી લેજો
વર્ષ 2025 માં ટ્રેનને લગતા ઘણા નિયમો અપડેટ કરવામાં આવ્યા છે. હવે આ ફેરફારની સીધી અસર રોજબરોજ ટ્રેનમાં મુસાફરી કરતા લાખો મુસાફરો પર પડી છે. જો કે, વર્ષના અંત પહેલા રેલવેમાં આ જે મોટા ફેરફારો થયા, તે વિશે જાણવું જરૂરી છે.

આ વર્ષે રેલવેએ ટિકિટ બુકિંગથી લઈને વેઇટિંગ લિસ્ટ, તત્કાલ ટિકિટ બુકિંગ, રિઝર્વેશન ચાર્ટ, ઇમરજન્સી ક્વોટા અને કન્ફર્મ ટિકિટની તારીખ બદલવા સુધીના ઘણા નિયમો અપડેટ કર્યા છે. આ ફેરફારોની સીધી અસર દરરોજ ટ્રેનમાં મુસાફરી કરતા લાખો મુસાફરો પર પડી છે.

ટૂંકમાં ટિકિટ બુક કરાવવાની હવે જૂની રીત રહી નથી. ઘણા નિયમો છે, જે તમને ખબર નહીં હોય તો, કન્ફર્મ ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. આથી, વર્ષના અંત પહેલા રેલવેમાં આ મોટા ફેરફારો વિશે જાણી લેવું જરૂરી છે, જેથી મુસાફરી તણાવમુક્ત રહી શકે.

આ વર્ષે રેલવેએ ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ સંપૂર્ણપણે આધાર-બેઝ્ડ કરી નાખી છે. 1 જુલાઈ 2025 થી IRCTC ની એપ કે વેબસાઇટ પર તત્કાલ ટિકિટ ત્યારે જ બુક થશે, જ્યારે યુઝરનું આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ થયેલું હશે. આ ફેરફારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, ટિકિટ બુકિંગમાં કોઈ છેતરપિંડી ન થાય અને ફક્ત યોગ્ય મુસાફરોને જ પ્રાથમિકતા મળે.

રેલવેએ હવે કાઉન્ટર પર ઉપલબ્ધ તત્કાલ ટિકિટ માટે OTP-આધારિત સિસ્ટમ લાગુ કરી રહી છે. આનો અર્થ એ છે કે, જ્યારે તમે કાઉન્ટર પર ટિકિટ ખરીદો છો, ત્યારે તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે, જે પછી જ ટિકિટ જનરેટ થશે. આનાથી સમગ્ર સિસ્ટમમાં પારદર્શિતા વધશે અને નકલી ટિકિટ બુકિંગ પર રોક લાગશે.

રેલવેએ Unauthorized Agents પર કડક પકડ બનાવી છે. વાત એમ છે કે, હવે તત્કાલ ટિકિટ વિંડો ખુલ્યા પછીના પહેલા 30 મિનિટ સુધી એજન્ટ બુકિંગ કરી શકશે નહીં. AC ક્લાસ માટે આ પ્રતિબંધ સવારે 10:00 થી 10:30 સુધી રહેશે, જ્યારે Non-AC ક્લાસમાં 11:00 થી 11:30 સુધી આ પ્રતિબંધ રહેશે. રેલવે અનુસાર, આનાથી સામાન્ય મુસાફરોને સવારના પહેલા સ્લોટમાં કન્ફર્મ ટિકિટ મેળવવાની વધુ સારી તક મળશે.

પહેલા રિઝર્વેશન ચાર્ટ 4 કલાક અગાઉથી તૈયાર કરવામાં આવતા હતા. હવે તે ટ્રેન ઉપડવાના બરાબર 8 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે. આનાથી મુસાફરોને અગાઉથી ખબર પડશે કે, તેમની ટિકિટ કન્ફર્મ છે કે નહીં? જો તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં છે, તો આગળની પ્લાનિંગ માટે તમને પૂરતો સમય મળી જશે. બપોરે 2 વાગ્યા પહેલા ઉપડતી ટ્રેનોના ચાર્ટ આગલી રાત્રે 9 વાગ્યે તૈયાર કરવામાં આવશે.

EQ ટિકિટ પહેલા કરતા વધુ કડક સમયમર્યાદામાં ઉપલબ્ધ રહેશે. જો ટ્રેન રાત્રે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની વચ્ચે ઉપડે છે, તો EQ અરજી અગાઉના દિવસે બપોરે 12 વાગ્યા સુધીમાં સબમિટ કરવું જરૂરી છે. જો ટ્રેન બપોરે 2 વાગ્યા પછી ઉપડે છે, તો રિક્વેસ્ટ અગાઉના દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં મોકલવી પડશે. જો ટ્રેન રજાના દિવસે ઉપડે છે, તો EQ રિક્વેસ્ટ પાછલા વર્કિંગ ડેમાં મોકલવી પડશે. આનાથી EQ સીટોની સમયસર ફાળવણી થઈ શકશે.

રેલવેએ વેઇટિંગ લિસ્ટ મર્યાદામાં પણ સુધારો કર્યો છે. નવા નિયમ હેઠળ, AC ક્લાસમાં 60% સુધીની બેઠકોને મંજૂરી આપવામાં આવશે, જ્યારે Non-AC ક્લાસમાં આ મર્યાદા 30% છે. મહિલા અને દિવ્યાંગ મુસાફરોને આ નિયમોમાંથી રાહત આપવામાં આવી છે. રેલવે જણાવે છે કે, આ ફેરફાર સિસ્ટમને સુવ્યવસ્થિત કરવા અને ભીડને નિયંત્રિત કરવા માટે કરવામાં આવ્યો છે.

1 ઑક્ટોબર 2025 થી IRCTC વેબસાઇટ અને એપ પર શરૂઆતની 15 મિનિટ દરમિયાન જનરલ ટિકિટ માત્ર આધાર-ઑથેન્ટિકેટેડ યુઝર્સ જ બુક કરી શકશે. આનાથી ટિકિટની કાળાબજારી અને છેતરપિંડીને અટકાવી શકાશે.

બીજું કે, જાન્યુઆરી 2026 થી રેલવેએ મોટી રાહત આપી છે. હવે કન્ફર્મ ટિકિટની તારીખ બદલવા પર કોઈ કેન્સલેશન ચાર્જ લાગશે નહીં. પહેલા તારીખ બદલવા માટે ટિકિટ કેન્સલ કરવી જરૂરી હતી. આમાં 25% સુધીની કેન્સલેશન ફી પણ લાગુ પડતી હતી. આવું હોવા છતાં પણ નવી તારીખે ટિકિટ મળશે એની ખાતરી રહેતી નહોતી.

હવે નવા નિયમ મુજબ જો સીટ ખાલી હોય, તો તમે તમારી ટિકિટ બીજી તારીખે બદલી શકશો પરંતુ જો ભાડું વધારે હોય, તો તમારે ફક્ત બાકીની રકમ ચૂકવવી પડશે. આ ફેરફાર એવા મુસાફરો માટે મોટી રાહત છે, જેમને અણધારી રીતે પ્લાન બદલવા પડે છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવવાનો છે.

આ ફેરફારો સાથે રેલવે ટિકિટ બુકિંગને વધુ સુરક્ષિત અને સરળ બનાવવાનો હેતુ ધરાવે છે. Aadhaar-based system, OTP, એજન્ટ પર પ્રતિબંધ અને ચાર્ટ ટાઇમિંગમાં ફેરફાર, આ બધા પગલાં મુસાફરો માટે ટિકિટ બુકિંગ સિસ્ટમને વધુ સુગમ, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે લેવામાં આવ્યા છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
