India vs South Africa, 3rd T20I : ભારતે ધર્મશાળામાં લીધો ‘બદલો’, દક્ષિણ આફ્રિકાને એકતરફી રીતે હરાવ્યું
ભારતે ધર્મશાલા T20માં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી છે. ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાને 117 રનમાં ઓલઆઉટ કર્યું, જેમાં અર્શદીપ અને કુલદીપ ચમક્યા.

ભારતે ધર્મશાલામાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન કરતા ‘બદલો’ લઈ લીધો છે. ભારતે ત્રીજી T20I મેચમાં દક્ષિણ આફ્રિકાને એકતરફી રીતે 7 વિકેટથી હરાવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ બીજી મેચની હારનો સંપૂર્ણ જવાબ આપ્યો છે.
ધર્મશાલા T20Iમાં પહેલા બોલિંગ કરતા ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાને માત્ર 117 રનમાં ઓલઆઉટ કરી દીધી. ત્યારબાદ ભારતે ફક્ત 15.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને મેચ પર સંપૂર્ણ કબજો જમાવ્યો. આ જીતમાં ભારતીય બોલિંગ લાઇન-અપનો મહત્વનો ફાળો રહ્યો, જેમણે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનને ખુલ્લેઆમ રમવા દીધા નહીં.
ભારત તરફથી અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ ઝડપી. કુલદીપ યાદવે પણ શાનદાર બોલિંગ કરતા 2 વિકેટ લીધી. જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ 1-1 વિકેટ સાથે ટીમને મજબૂત બનાવવામાં મદદ કરી.
ઉલ્લેખનીય છે કે બીજી T20Iમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને મોટી હાર આપી હતી, પરંતુ ધર્મશાલામાં ટીમ ઇન્ડિયાએ જોરદાર વાપસી કરી. આ મેચમાં જસપ્રિત બુમરાહ રમ્યો ન હતો અને અક્ષર પટેલને પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેમ છતાં, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાએ શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકાના બેટિંગ ક્રમને તોડી નાખ્યો.
અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં રીઝા હેન્ડ્રિક્સને ખાતું ખોલ્યા વિના આઉટ કર્યો. હર્ષિત રાણાએ ક્વિન્ટન ડી કોકની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી, જે ફક્ત 1 રન બનાવી શક્યો. હર્ષિતે ડેવાલ્ડ બ્રેવિસને પણ પેવેલિયન મોકલ્યો. સ્ટબ્સ 9 રન બનાવીને આઉટ થયો, જ્યારે બોશ માત્ર 4 રન કરી શક્યો. કેપ્ટન એડન માર્કરામે 46 બોલમાં 61 રનની લડાયક ઇનિંગ રમી, પરંતુ ટીમને મોટા સ્કોર સુધી લઈ જઈ શક્યો નહીં. મધ્ય ઓવરમાં વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે દબદબાવાળું બોલિંગ કર્યું.
Shivam Dube with the winning runs #TeamIndia register a 7-wicket win in Dharamshala and lead the series 2⃣-1⃣
Scorecard ▶️ https://t.co/AJZYgMAHc0#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/TUodMWQAo5
— BCCI (@BCCI) December 14, 2025
લક્ષ્યનો પીછો કરતા અભિષેક શર્માએ ટીમ ઇન્ડિયાને ધમાકેદાર શરૂઆત અપાવી. તેણે ફક્ત 18 બોલમાં 35 રન બનાવ્યા, જેમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગા સામેલ હતા. શુભમન ગિલે 28 રન બનાવ્યા અને અનેક વખત બચ્યા બાદ 100ના સ્ટ્રાઈક રેટથી ઇનિંગ પૂર્ણ કરી. તિલક વર્માએ અણનમ 25 રનનું યોગદાન આપ્યું.
સૂર્યકુમાર યાદવ ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો અને 12 રન પર આઉટ થયો. જ્યારે શિવમ દુબેએ અણનમ 10 રન બનાવીને ટીમને જીત સુધી પહોંચાડી. ભારતે સરળતાથી મેચ જીતીને શ્રેણીમાં મહત્વની લીડ મેળવી છે.
હવે ભારતીય ટીમ તેની આગામી T20I મેચ 17 ડિસેમ્બરે લખનૌમાં રમશે, જ્યાં શ્રેણી પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે.
Tilak Varma Girlfriend : શું આ સુંદર નેપાળી ક્રિકેટર તિલક વર્માની ગર્લફ્રેન્ડ છે?
