વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો: જાપાન અને રશિયાને પછાડી એશિયા પાવર ઈન્ડેક્સમાં ત્રીજા નંબરે પહોંચ્યું ભારત, 2018 બાદ પ્રથમવાર ચીન સાથેનું અંતર ઘટ્યું
ઓસ્ટ્રેલિયાની લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલા 'એશિયા પાવર ઈન્ડેક્સ 2026' માં ભારતે 40.5 અંકો સાથે ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. જાપાન અને રશિયાને પાછળ છોડવાની સાથે જ 2018 પછી પહેલીવાર ભારત અને ચીન વચ્ચેના શક્તિ અંતરમાં ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક સ્તરે ભારતની તાકાત અને પ્રભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલી પ્રતિષ્ઠિત સંસ્થા ‘લોવી ઇન્સ્ટિટ્યૂટ’ (Lowy Institute) દ્વારા જાહેર કરવામાં આવેલા ‘એશિયા પાવર ઈન્ડેક્સ 2026’ માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે જાપાન અને રશિયા જેવા શક્તિશાળી દેશોને પાછળ છોડીને આ યાદીમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. ખાસ વાત એ છે કે વર્ષ 2018 પછી પહેલીવાર ભારત અને ચીન વચ્ચેના શક્તિ અંતરમાં ઘટાડો જોવા મળ્યો છે, જે એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં ભારતની વધતી જતી ક્ષમતાનો પુરાવો છે.
ટોપ-5 દેશોનું રેન્કિંગ અને સ્કોર
લોવી ઇન્સ્ટિટ્યૂટના 2026 ના રેન્કિંગ મુજબ, 78.9 અંકો સાથે અમેરિકા પ્રથમ સ્થાને અને 73.6 અંકો સાથે ચીન બીજા સ્થાને યથાવત છે. ભારતે પોતાનો સ્કોર વધારીને 40.5 પર પહોંચાડ્યો છે અને મજબૂતી સાથે ત્રીજા ક્રમે પોતાનું સ્થાન જમાવ્યું છે. આ યાદીમાં 38.6 અંક સાથે જાપાન ચોથા ક્રમે અને 32.2 અંક સાથે રશિયા પાંચમા ક્રમે રહ્યું છે. આ પ્રદર્શન એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની વધતી જતી વ્યૂહાત્મક અને રાજદ્વારી મજબૂતીને સ્પષ્ટપણે દર્શાવે છે.
કેવી રીતે તૈયાર થાય છે એશિયા પાવર ઈન્ડેક્સ?
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલી લોવી ઇન્સ્ટિટ્યૂટ એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય થિંક ટેન્ક છે, જે વૈશ્વિક રાજનીતિ, વિદેશ નીતિ, સુરક્ષા અને અર્થવ્યવસ્થા પર ઊંડું સંશોધન કરે છે. વર્ષ 2018 થી દર વર્ષે આ સંસ્થા દ્વારા એશિયા પાવર ઈન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. તેમાં આર્થિક ક્ષમતા, સૈન્ય તાકાત, રાજદ્વારી પ્રભાવ અને સાંસ્કૃતિક જોડાણ સહિત 131 જેટલા વિવિધ માપદંડોના આધારે એશિયાના 27 દેશો અને પ્રદેશોની શક્તિ તેમજ પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
Breaking: સિંધુ જળ વહેંચણીને લઈને દિલ્હીમાં શું બોલ્યા? હાથ કાપવાની ધમકી આપનાર પાકિસ્તાનના મંત્રી મુસાદિક મલિક
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
