AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો, જુઓ Video

Breaking News : સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો, જુઓ Video

Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 23, 2026 | 4:30 PM
Share

સાબર ડેરીમાં કેટલ ફીડના સપ્લાય અને પ્રોડક્શન કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિ તથા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે.

સાબરકાંઠા સ્થિત સાબર ડેરી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. કેટલ ફીડના સપ્લાય અને ઉત્પાદનની કામગીરીમાં મોટા પાયે ગંભીર ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા છે, જેના કારણે સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. પશુપાલકો દ્વારા સહકાર મંત્રીના કાર્યાલયમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં ન્યાયની માંગણી કરવામાં આવી છે.

આક્ષેપો અનુસાર, બાબુભાઈ પુરોહિત દ્વારા મુખ્ય સંચાલન થતું હોવાનું અને ટેન્ડર પ્રક્રિયા વગર તેમના નામે ટેન્ડર પાસ થતા હોવાનું જણાવાયું છે. ડેરીના પેટા નિયમો એવી રીતે બનાવવામાં આવ્યા હોવાનો પણ આરોપ છે કે જેના કારણે કોન્ટ્રાક્ટ ફક્ત તેમની જ કંપનીને મળે છે. આ સમગ્ર મામલે મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પશુપાલકોએ આ મામલે મુખ્યમંત્રી અને જીતુભાઈ વાઘાણી સમક્ષ પણ છેલ્લી રજૂઆત કરી છે. તેમની ચિંતા છે કે જો આ ગેરરીતિઓ પર ધ્યાન નહીં અપાય, તો 3.5 લાખ પશુપાલકોની આજીવિકા જોખમમાં મુકાશે અને સાબર ડેરી બંધ થવાની અણી પર આવી શકે છે. પશુપાલકોની મુખ્ય માંગ છે કે સાબર ડેરીના વહીવટમાં વહીવટદાર મૂકવામાં આવે, થયેલા કૌભાંડો ઉજાગર કરવામાં આવે, દોષિતોને સજા મળે અને ગેરરીતિ દ્વારા થયેલા પૈસાના ગોટાળા પશુપાલકો સુધી વસૂલ કરીને પહોંચાડવામાં આવે.

માતા-પિતાને ડાયાબિટીસ હોય તો શું બાળકોને પણ થશે? જાણો નિષ્ણાતોએ શું કહ્યું, કયા કારણોથી વધે છે જોખમ

Published on: Nov 23, 2026 04:30 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">