શિયાળાની ઋતુમાં સવારે નાહવું ઘણા લોકો માટે મુશ્કેલ બની જાય છે.

Image -Social Media 

23.11.2026

શિયાળાની ઋતુમાં સવારે નાહવું ઘણા લોકો માટે મુશ્કેલ બની જાય છે.

ઠંડીથી બચવા મોટાભાગના લોકો ગરમ પાણીથી નાહવાનું પસંદ કરે છે.

પરંતુ શું શિયાળામાં ગરમ પાણીથી નાહવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?

હૂંફાળા પાણીથી નાહવાથી સ્નાયુઓને આરામ અને શરીરને રાહત મળે છે.

બીજી તરફ, ઠંડા પાણીથી નાહવાથી શરીરમાં તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

જોકે, ખૂબ ઠંડા પાણીથી અચાનક નાહવાથી શરીરને આંચકો લાગી શકે છે.

ખૂબ ગરમ પાણી ત્વચાનું કુદરતી તેલ દૂર કરીને ડ્રાયનેસ અને ખંજવાળ વધારી શકે છે.

નિષ્ણાતોની સામાન્ય સલાહ મુજબ શિયાળામાં હૂંફાળા પાણીથી નાહવું વધુ આરામદાયક વિકલ્પ છે.