ખંભાળિયામાં ગટરના પાણીથી રસ્તો બન્યો નહેર, સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ
ખંભાળિયાના મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળતાં લોકો અને વેપારીઓ પરેશાન. વારંવારની ફરિયાદો છતાં ઉકેલ નહીં આવતાં પાલિકા સામે સ્થાનિકોમાં રોષ.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં દિવસેને દિવસે ગટરના ગંદા પાણીની સમસ્યા વધી રહી છે. શહેરના જોધપરનાકાથી નગરનાકા તરફ જતા મુખ્ય માર્ગ પર ગટરના દૂષિત પાણી ફેલાઈ જતાં સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ગટરનો પાણી એવો ભરાઈ ગયો છે કે જાણે ગટરની નહેર વહેતી હોય તેવાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
મુખ્ય માર્ગ પર ગટરનો ભરાવો
માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને ગંદા અને દુર્ગંધ મારતાં પાણીમાંથી પસાર થઈને રસ્તો પાર કરવુ પડે છે. આ માર્ગ પર રામમંદિર તથા અનેક મહત્વનાં સ્થળો આવેલાં હોવાથી ત્યાં જતાં સ્થાનિક લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, આસપાસના વેપારીઓમાં પણ પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, વારંવારની આ સમસ્યા હોવા છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેવી સ્થિતિ હોવાનું જણાવી રહ્યા છે.
રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
ગટરના દૂષિત પાણીનો નિકાલ નહીં થતાં સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ જોવા મળી રહી છે. લોકોની માંગ છે કે પાલિકા તંત્ર તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવે, જેથી ગંદકી અને દુર્ગંધમાંથી રાહત મળી શકે.
માતા-પિતાને ડાયાબિટીસ હોય તો શું બાળકોને પણ થશે? જાણો નિષ્ણાતોએ શું કહ્યું, કયા કારણોથી વધે છે જોખમ
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
