AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કપડાં ચોરીનો અનોખો કિસ્સો, જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video

Breaking News : કપડાં ચોરીનો અનોખો કિસ્સો, જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2026 | 2:13 PM
Share

રાજકોટના જસદણમાં એક અનોખી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ચિતળિયા રોડ પર આવેલી હરિ નમન સોસાયટીમાં ઘરની બહાર સૂકવેલાં મોંઘા કપડાંની બે બુકાનીધારી યુવતીઓએ ચોરી કરી હતી, જે CCTV કેમેરામાં કેદ થઈ હતી.

રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં કપડાં ચોરીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય રીતે ઘરફોડ ચોરીમાં રોકડ કે દાગીનાને નિશાન બનાવવામાં આવે છે, ત્યારે જસદણમાં કપડાંની ચોરીની ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણના ચિતળિયા રોડ પર આવેલી હરિ નમન સોસાયટીમાં આ ઘટના બની હતી. ઘરની બહાર સૂકવવા મૂકેલાં મોંઘા કપડાંની બે યુવતીઓએ ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે બે બુકાનીધારી યુવતીઓ આવીને સૂકવેલાં કપડાં લઈને ફરાર થઈ રહી છે.

આ ઘટનાથી હરિ નમન સોસાયટીના રહીશોમાં ભારે ચિંતા અને આશ્ચર્ય ફેલાયું છે. સોસાયટીના લોકો સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની અસામાન્ય ચોરીની ઘટનાએ સ્થાનિકોને પોતાની મિલકત અને સુરક્ષા અંગે પુનર્વિચાર કરવા મજબૂર કર્યા છે. પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

4 કરોડ કર્મચારીઓ માટે ‘મોટા સમાચાર’! 1950 ના જૂના નિયમો બદલાયા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">