AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘સોનું’ ગીરવે મૂકવા જઈ રહ્યા છો? Gold Loan લેતા પહેલાં જાણી લો આ 7 જરૂરી વાતો

સોનાના ઘરેણાં ગીરવે મૂકીને ગોલ્ડ લોન લેતા પહેલાં કેટલીક મહત્વની બાબતો જાણવી ખૂબ જરૂરી છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય ક્યારેક ખર્ચાળ સાબિત થઈ શકે છે. તેથી, યોગ્ય સમજણ અને તૈયારી સાથે જ આગળ વધવું હિતાવહ છે.

| Updated on: Nov 23, 2026 | 4:46 PM
Share
પૈસાની અચાનક જરૂરિયાત ઊભી થાય ત્યારે સોનાના ઘરેણાં સામે લોન લેવી (ગોલ્ડ લોન) એક સારો વિકલ્પ બની શકે છે. મેડિકલ ખર્ચ, અભ્યાસ અથવા વ્યવસાય જેવી જરૂરિયાતો માટે ગોલ્ડ લોન દ્વારા ભંડોળ ઊભું કરી શકાય છે. સારી વાત એ છે કે, લોન ચૂકવ્યા બાદ ઘરેણાં પાછા પણ મળી જાય છે. જો કે, ગોલ્ડ લોન અંગે ઉતાવળમાં લીધેલો નિર્ણય મોંઘો સાબિત થઈ શકે છે. તેથી, ગોલ્ડ લોન લેતા પહેલાં કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

1 / 8
જરૂરિયાત મુજબ જ રકમ લો: 'ધિરાણકર્તા' સોનાના મૂલ્યના આધારે તમને મહત્તમ કેટલી રકમ મળી શકે છે? તે જણાવી શકે છે. જો કે, સંપૂર્ણ પાત્ર રકમ ઉધાર લેવી જરૂરી નથી. તમારી વાસ્તવિક જરૂરિયાતનો અંદાજ લગાવો અને તેટલી જ લોન લો. વધુ રકમ લેવાથી વ્યાજ અને ચુકવણીનો બોજ વધશે.

2 / 8
સોનાનું મૂલ્યાંકન સમજો: લોનની રકમ માત્ર ઘરેણાંના કુલ વજનથી નક્કી થતી નથી. સોનાની શુદ્ધતા, ચોખ્ખું વજન અને વર્તમાન બજાર ભાવ પણ મહત્વના હોય છે. ઘરેણાંમાં જડેલા પથ્થરો અથવા અન્ય ધાતુઓનું વજન સોનાના વજનમાં ગણાતું નથી. તેથી, બેંકના મૂલ્યાંકન અને તેના આધારે નક્કી થતી લોનની રકમને સમજો.

3 / 8
વ્યાજની સાથે અન્ય શુલ્ક પણ તપાસો: માત્ર ઓછો વ્યાજદર જોઈને ધિરાણકર્તા પસંદ ન કરો. પ્રોસેસિંગ ફી, અન્ય શુલ્ક, લોનની મુદત અને ચુકવણીના વિકલ્પો પણ તપાસો. એ જાણકારી મેળવો કે, વ્યાજ ક્યારે અને કઈ રીતે ચૂકવવું પડશે? તમામ ખર્ચ અને શરતોની સરખામણી કર્યા બાદ જ બેંક અથવા નાણાકીય સંસ્થાની પસંદગી કરો.

4 / 8
ચુકવણીની યોજના બનાવો: લોન લેતા પહેલાં નક્કી કરો કે, રકમ ક્યારે અને કેવી રીતે પરત કરશો? તમારી આવક અને જરૂરી ખર્ચને ધ્યાનમાં રાખીને ચુકવણીનો એવો વિકલ્પ પસંદ કરો, જે સરળ હોય. ચુકવણીની તારીખો નોંધી લો. વિલંબ થવાથી વધારાનો ચાર્જ લાગી શકે છે અને ઘરેણાં પણ જોખમમાં મુકાઈ શકે છે.

5 / 8
પાત્રતા અને દસ્તાવેજો અગાઉથી તપાસો: દરેક બેંકની પાત્રતા અને દસ્તાવેજો સંબંધિત શરતો અલગ હોઈ શકે છે. અરજી કરતા પહેલાં ઓળખ અને સરનામાના પુરાવા સહિતના જરૂરી કાગળોની માહિતી મેળવો. એ પણ પૂછો કે, કયા પ્રકારના ઘરેણાં સ્વીકારવામાં આવશે અને સોનાની શુદ્ધતા અંગે કઈ શરતો છે? અગાઉથી તૈયારી રાખવાથી અરજીમાં વિલંબ થશે નહીં.

6 / 8
ઘરેણાંની સુરક્ષા પર ધ્યાન આપો: લોન આપતી બેંક અથવા નાણાકીય સંસ્થાની વિશ્વસનીયતા તપાસો. પૂછો કે, ગીરવે મુકેલા ઘરેણાં ક્યાં અને કઈ રીતે સુરક્ષિત રાખવામાં આવશે? સુરક્ષિત લોકર અને ગ્રાહક સેવા વિશે માહિતી મેળવો. ઘરેણાં જમા કરાવતી વખતે તેનું વજન અને વિગતો લેખિતમાં લો તેમજ રસીદ સાચવીને રાખો.

7 / 8
કરાર વાંચીને જ સહી કરો: ઝડપથી રકમ મેળવવાની લાલચમાં લોનના દસ્તાવેજો વાંચ્યા વિના સહી ન કરો. વ્યાજદર, મુદત, ચુકવણીની પદ્ધતિ, વિલંબ પર લાગતા શુલ્ક અને અન્ય શરતો ધ્યાનથી સમજો. કોઈ વાત સ્પષ્ટ ન હોય, તો પ્રશ્નો પૂછો. ઘરેણાં છોડાવવાની પ્રક્રિયા વિશે પણ માહિતી મેળવો.

8 / 8

Gold Game Of China: એક તરફ સોનાના ભાવમાં મોટો કડાકો…બીજી તરફ ચીન 24 મહિનાથી ગોલ્ડ પર કરી રહ્યું ખેલ!

Follow Us
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો

એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે

ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ

રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video

'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ

સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ

સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ

જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video

જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ

રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ

g clip-path="url(#clip0_868_265)">