AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Breaking : 21 દિવસની તેજી બાદ શેરબજારમાં મોટો ઘટાડો! નિફ્ટી 1.75% અને બેંક નિફ્ટી 3.17% તૂટ્યો

શેરબજારના મુખ્ય સૂચકાંક નિફ્ટીમાં 1.75%નો ઘટાડો નોંધાયો હતો. દિવસ દરમિયાન નિફ્ટી 25,929ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં વેચવાલી વધી હતી.

| Updated on: Nov 23, 2026 | 4:02 PM
Share
ભારતીય શેરબજારમાં સતત 21 દિવસની તેજી બાદ હવે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે બજારમાં ભારે વેચવાલી થતાં નિફ્ટી, સેન્સેક્સ અને બેંક નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટીમાં 1.75% અને સેન્સેક્સમાં 1.77%નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે બેંક નિફ્ટી સૌથી વધુ દબાણ હેઠળ રહ્યો હતો અને તેમાં 3.17%નો કડાકો જોવા મળ્યો હતો.

1 / 7
નિફ્ટી 1.75% તૂટ્યો : શેરબજારના મુખ્ય સૂચકાંક નિફ્ટીમાં 1.75%નો ઘટાડો નોંધાયો હતો. દિવસ દરમિયાન નિફ્ટી 25,929ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં વેચવાલી વધી હતી. પરિણામે નિફ્ટી ઘટીને 25,343.65ના સ્તરે આવી ગયો હતો. આમ, દિવસની ઊંચી સપાટીથી નિફ્ટીમાં 585.35 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

2 / 7
બેંક નિફ્ટીમાં 3.17%નો કડાકો : બજારના ઘટાડામાં બેંક નિફ્ટીનું મોટું યોગદાન જોવા મળ્યું હતું. બેંક નિફ્ટીમાં 3.17%નો ઘટાડો નોંધાયો હતો. દિવસ દરમિયાન તે 65,012.05ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ ભારે વેચવાલી બાદ ઘટીને 62,546.20ના સ્તરે આવી ગયો હતો. આ રીતે દિવસની ઊંચી સપાટીથી તેમાં 2,465.85 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

3 / 7
સેન્સેક્સ 1.77% તૂટ્યો : સેન્સેક્સમાં પણ રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી. સેન્સેક્સ 1.77% ઘટ્યો હતો. દિવસ દરમિયાન તે 84,421ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ ઘટીને 82,395.88ના સ્તરે આવી ગયો હતો. આમ, દિવસની ઊંચી સપાટીથી સેન્સેક્સમાં 2,025.12 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

4 / 7
21 દિવસમાં નિફ્ટીમાં 16%નો ઉછાળો : નોંધનીય છે કે 23 ઓક્ટોબરથી ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ શરૂ થયો હતો. ત્યારથી 23 નવેમ્બર સુધીના 21 દિવસમાં નિફ્ટી 22,200ના સ્તરથી વધીને લગભગ 26,000 સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન નિફ્ટીમાં અંદાજે 16%નો ઉછાળો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન બેંક નિફ્ટીમાં લગભગ 22% અને અન્ય સંબંધિત સૂચકાંકોમાં આશરે 11.5%નો વધારો થયો હતો. જ્યારે સેન્સેક્સમાં લગભગ 17%નો ઉછાળો આવ્યો હતો અને તે 12,000થી વધુ પોઈન્ટ વધ્યો હતો.

5 / 7
તેજી બાદ પ્રોફિટ બુકિંગના સંકેતો : બજારમાં અગાઉથી જ બેંક નિફ્ટી અને મિડ-30 જેવા સૂચકાંકોમાં ઘટાડાના પ્રારંભિક સંકેતો જોવા મળી રહ્યા હતા. સતત 21 દિવસની તેજી અને સૂચકાંકોમાં થયેલા મોટા ઉછાળા બાદ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ એટલે કે નફો વસૂલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

6 / 7
હાલના ઘટાડાને બજારમાં નફો વસૂલવાની પ્રક્રિયા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં બજારની દિશા નક્કી કરવામાં બેન્કિંગ શેરો, રોકાણકારોની ખરીદી-વેચવાલી અને અન્ય આર્થિક સંકેતો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

7 / 7

Gold Game Of China: એક તરફ સોનાના ભાવમાં મોટો કડાકો…બીજી તરફ ચીન 24 મહિનાથી ગોલ્ડ પર કરી રહ્યું ખેલ! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ

રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video

'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ

સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ

સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ

જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video

જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ

રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ

9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video

દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી

g clip-path="url(#clip0_868_265)">