AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 વર્ષ બાદ ‘મોટી ભેટ’! Mahindra ગ્રુપની આ IT કંપની આપશે 1:1 બોનસ શેર, રેકોર્ડ ડેટ જાણી લો

મહિન્દ્રા ગ્રુપની એક અગ્રણી IT કંપનીએ પોતાના શેરધારકો માટે 11 વર્ષ બાદ ફરીથી 1:1 બોનસ શેરની જાહેરાત કરી છે. ડિવિડન્ડ બાદ હવે બોનસ શેરની જાહેરાત, રેકોર્ડ ડેટ અને ટ્રેડિંગ શરૂ થવાની તારીખ અંગેની મહત્વની માહિતી સામે આવી છે.

| Updated on: Nov 23, 2026 | 8:27 PM
Share
મહિન્દ્રા ગ્રુપની IT કંપની Tech Mahindra ના શેરધારકોને બોનસ શેરની ભેટ મળવા જઈ રહી છે. કંપનીએ 1:1 બોનસ શેર માટે 30 નવેમ્બર 2026 રેકોર્ડ તારીખ નક્કી કરી છે. આ તારીખ સુધી જે રોકાણકારોના ડીમેટ ખાતામાં કંપનીના શેર હશે, તેઓ બોનસ શેર મેળવવા માટે હકદાર રહેશે.

1 / 7
Tech Mahindra ની સિક્યોરિટીઝ એલોટમેન્ટ કમિટીએ 1 ડિસેમ્બરે બોનસ શેર જારી કરવાની તારીખ નક્કી કરી છે. આ શેર 2 ડિસેમ્બરથી બજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે. Tech Mahindraના બોનસ ઇશ્યૂનો રેશિયો 1:1 છે. તેનો અર્થ એ છે કે, રોકાણકારોને દરેક એક હાલના શેરના બદલામાં એક વધારાનો શેર મળશે. કંપની દરેક બોનસ શેર ₹5 ફેસ વેલ્યુનો જારી કરશે.

2 / 7
ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર પાસે રેકોર્ડ તારીખે Tech Mahindraના 100 શેર છે, તો તેને 100 વધારાના શેર મળશે. આ રીતે તેની પાસે કુલ 200 શેર થઈ જશે. જો કે, બોનસ શેર જારી થયા બાદ શેરની કિંમત પણ તે જ પ્રમાણમાં એડજસ્ટ થાય છે. તેથી, માત્ર શેરની સંખ્યા બમણી થવાનો અર્થ રોકાણની વેલ્યુ બમણી થવો એવો નથી.

3 / 7
Tech Mahindra એ આ અગાઉ માર્ચ 2015માં બોનસ શેર જારી કર્યા હતા. ત્યારે કંપનીએ દરેક એક શેર પર એક બોનસ શેર આપ્યો હતો. હવે લગભગ 11 વર્ષ બાદ કંપનીએ ફરીથી બોનસ ઇશ્યૂનો નિર્ણય લીધો છે.

4 / 7
કંપનીએ 15 ઓક્ટોબરે બોનસ શેરની સાથે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રતિ શેર ₹15 ના વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી હતી. તેના માટે 23 ઓક્ટોબર રેકોર્ડ તારીખ હતી. કંપનીએ 13 નવેમ્બર સુધીમાં ડિવિડન્ડની ચુકવણી કરવાની વાત કરી હતી.

5 / 7
Tech Mahindra સતત પોતાના શેરધારકોને ડિવિડન્ડ દ્વારા પણ લાભ પહોંચાડતી રહી છે. કંપનીએ છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ₹168 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું છે. તેમાં ઓક્ટોબર 2024 અને ઓક્ટોબર 2025માં આપવામાં આવેલા ₹15-₹15ના વચગાળાના ડિવિડન્ડ પણ જોડાયેલ છે. જુલાઈમાં કંપનીએ પ્રતિ શેર ₹36નું ડિવિડન્ડ આપ્યું હતું, જે તેની અત્યાર સુધીની સૌથી મોટી ચુકવણી હતી.

6 / 7
Tech Mahindra નો શેર સોમવારે (23 November) 1.79% વધીને ₹1,777.50 પર બંધ થયો હતો. છેલ્લા 1 વર્ષમાં 18.92%ની તેજી આવી છે. કંપનીનું માર્કેટ કેપ 1.74 લાખ કરોડ છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોનાનો ભાવ કોણ નક્કી કરે છે? દુકાન સુધી પહોંચતા પહેલાં સોનાની કિંમતમાં શું-શું ઉમેરાય છે?

Follow Us
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ

ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન

સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો

એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે

ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ

રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video

'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ

સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ

સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ

જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">