AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મધ્ય પૂર્વમાં વધતા તણાવની અસર! એર ઇન્ડિયાએ 30 નવેમ્બર સુધી સાઉદી અરેબિયાની તમામ ફ્લાઇટ્સ કરી રદ

મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે સાઉદી અરબ જતી-આવતી તમામ ફ્લાઇટ્સ 30 નવેમ્બર, 2026 સુધી સ્થગિત કરી છે.

Breaking News : મધ્ય પૂર્વમાં વધતા તણાવની અસર! એર ઇન્ડિયાએ 30 નવેમ્બર સુધી સાઉદી અરેબિયાની તમામ ફ્લાઇટ્સ કરી રદ
| Updated on: Nov 23, 2026 | 8:28 PM
Share

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવની અસર હવે હવાઈ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. પ્રાદેશિક સુરક્ષાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે સાઉદી અરેબિયા જતી અને ત્યાંથી આવતી તમામ ફ્લાઇટ્સ 30 નવેમ્બર, 2026 સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે જેદ્દાહ, દમ્મામ અને રિયાધની મુસાફરી કરનારા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

એરલાઇન્સ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, 23 નવેમ્બર, 2026 અથવા તે પહેલાં ટિકિટ બુક કરાવનારા અને 30 નવેમ્બર સુધી મુસાફરી કરવાનું આયોજન ધરાવતા મુસાફરોને ખાસ રાહત આપવામાં આવશે. આવા મુસાફરો પોતાની ટિકિટ કોઈપણ વધારાના ચાર્જ વિના ફરીથી શેડ્યૂલ કરી શકશે. આ સુવિધા ઉપલબ્ધ સીટોની સંખ્યાને આધારે આપવામાં આવશે. જો મુસાફરો મુસાફરી રદ કરવા માગતા હોય, તો તેમને સંપૂર્ણ રિફંડ પણ મળી શકશે.

એરલાઇન્સે મુસાફરોને નવી મુસાફરીની તારીખ 14 ડિસેમ્બર, 2026 સુધી પસંદ કરવાની સુવિધા આપી છે. એર ઇન્ડિયાના મુસાફરો સાઉદી અરેબિયામાં એર ઇન્ડિયાના કોઈપણ કાર્યરત સ્ટેશન પરથી પોતાની મુસાફરી ફરીથી શેડ્યૂલ કરી શકશે. જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસના મુસાફરો સાઉદી અરેબિયા અથવા બહેરીનમાં તેના કોઈપણ કાર્યરત સ્ટેશન માટે મુસાફરીની તારીખમાં ફેરફાર કરી શકશે.

ટિકિટ રિશેડ્યૂલ અથવા રિફંડ માટે આ નંબર પર સંપર્ક કરો

મુસાફરોને ટિકિટની તારીખ બદલવા અથવા રિફંડ મેળવવા માટે એરલાઇન્સની સપોર્ટ ટીમનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

એર ઇન્ડિયા: +91 11 69329333 / +91 11 69329999

એર ઇન્ડિયા એક્સપ્રેસ: +91 124 6935600

મુસાફરી પહેલાં ફ્લાઇટનું સ્ટેટસ તપાસવું જરૂરી

ફ્લાઇટ્સ રદ થવાના નિર્ણયને કારણે સાઉદી અરેબિયા જવા અથવા ત્યાંથી ભારત પરત ફરવાનું આયોજન કરી રહેલા મુસાફરોની મુસાફરી યોજનાઓ પર અસર થઈ શકે છે. તેથી મુસાફરોએ એરપોર્ટ જતાં પહેલાં પોતાની ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ તપાસી લેવું જોઈએ. આ ઉપરાંત એરલાઇનની સત્તાવાર વેબસાઇટ અને અન્ય સૂચનાઓ પર પણ નજર રાખવી જરૂરી છે.

મધ્ય પૂર્વમાં સુરક્ષા તણાવને કારણે હવાઈ સેવાઓ પ્રભાવિત

મધ્ય પૂર્વમાં વધી રહેલા સુરક્ષા તણાવ અને સાઉદી અરેબિયામાં ડ્રોન તથા મિસાઇલ હુમલાના જોખમને પગલે હવાઈ સેવાઓ અંગે સાવચેતી વધારવામાં આવી રહી છે. પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ પોતાના ફ્લાઇટ ઓપરેશનની સતત સમીક્ષા કરી રહી છે. આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે સાઉદી અરેબિયા માટેની તમામ ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

જાપાન ભારતીય વિદ્યાર્થીઓને આપી રહ્યું છે પેઇડ ઇન્ટર્નશિપની તક

Follow Us
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">