‘INDIA A’ ની હારના આ 5 કારણ, બે પાકિસ્તાની ખેલાડીઓએ બદલી આખી મેચ
રવિવારે દોહામાં રમાયેલી ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની ગ્રુપ B મેચમાં પાકિસ્તાન A એ ભારત A ને 48 રનથી હરાવ્યું. ભારત પાસે જીતવા માટે 314 રનનો મોટો લક્ષ્ય હતો, પરંતુ તિલક વર્માની 100 રનની પારી પણ તેમને જીતવામાં મદદ કરી શકી નહીં. ભારત A ટીમએ 49.1 ઓવરમાં 265 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય A ટીમની હારના આ પાંચ મુખ્ય કારણ અને મેચનું પાસુ ફેરવનાર બે પાકિસ્તાની બોલરો વિશે જાણો.

રવિવારે દોહામાં રમાયેલી ભારત બનામ પાકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાને જીત મેળવી. પાકિસ્તાન મેદાનની વચ્ચે જીતની ઉજવણી કરી રહ્યું હતું, જ્યારે ભારતીય બેટ્સમેનો શાંતિથી પેવેલિયન તરફ આગળ વધી રહ્યા હતા. ભારતને 313 રનનો પીછો કરવા માટે મોટી શરૂઆતની જરૂર હતી. જોકે, એવું બન્યું નહીં. અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા હતા અને સતત બાઉન્ડ્રી ફટકારી રહ્યા હતા, પરંતુ વૈભવ સૂર્યવંશી જેના પર બધીની નજર હતી એ અને આયુષ બદોની બંને સસ્તામાં આઉટ થઈ ગયા. (IMAGE SOURCE : PTI)

વૈભવ સૂર્યવંશી 13 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ, બદોની ચાર બોલ પછી પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. તિલક વર્મા ચોથા નંબરે આવ્યા અને કેપ્ટન વધારે સ્ટ્રાઈક રોટેટ કરી શક્યા નહીં. આનાથી અભિષેક પર દબાણ આવ્યું, જેણે પોતાનો આક્રમક રવૈયો ચાલુ રાખ્યો. તેણે 42 બોલમાં 70 રન બનાવ્યા અને પછી આઉટ થયા. તેમના પછી કુશાગ્ર આવ્યા પણ તે સુફિયાન મોકીમના બોલ પર માત્ર બે રન બનાવીને આઉટ થયા અને ઈન્ડિયા Aએ 102 રનના સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી.(IMAGE SOURCE : PTI)

નવાઝે રિંકૂ સિંહને આઉટ કરીને ઈન્ડિયા Aને વધુ એક મોટો ઝટકો આપ્યો હતો. આ સાથે જ 115 રનના સ્કોર પર ટીમની અડધી વિકેટો પડી ગઈ હતી. ત્યારબાદ નવાઝે સૂર્યાંશ શેડગેને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો અને પોતાની ત્રીજી વિકેટ ઝડપી હતી. આ સમયે પાકિસ્તાન Aની ટીમ મેચમાં સંપૂર્ણપણે હાવી થઈ ગઈ હતી. ઈન્ડિયા Aએ 129 રનના સ્કોર સુધીમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, અહીંથી તિલકે જવાબદારી સંભાળતાં ટીમની ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. (IMAGE SOURCE : PTI)

ઈન્ડિયા A પર જરૂરી રન રેટનું દબાણ સતત વધી રહ્યું હતું. જોકે, બીજી તરફથી તિલકને શાહબાઝ અહમદનો સાથ મળ્યો અને બંનેએ ટીમને મેચમાં જાળવી રાખી હતી. શાહબાઝે આક્રમક અને સકારાત્મક બેટિંગ કરતાં પોતાના કેપ્ટન સાથે મળીને સાતમી વિકેટ માટે 112 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીથી થોડા સમય માટે ઈન્ડિયા Aની જીતની આશા ફરી જીવંત થઈ હતી. પરંતુ શાહબાઝની વિકેટ પડતાં જ ઈન્ડિયા Aની મુશ્કેલીઓ વધી ગઈ હતી અને હારની શરૂઆત થઈ હતી. કારણ કે, છેલ્લી સાત ઓવરમાં ટીમને જીતવા માટે 75 રનની જરૂર હતી. બીજી તરફ, પાકિસ્તાન Aના બોલરો સતત જોરદાર બોલિંગ કરી રહ્યા હતા. (IMAGE SOURCE : PTI)

શાહબાઝ અહમદને 44મી ઓવરમાં અલી રઝાએ આઉટ કરીને ઈન્ડિયા Aને મોટો ઝટકો આપ્યો હતો. હવે ભારતને જીતવા માટે 39 બોલમાં 73 રનની જરૂર હતી. જોકે, રઝાએ તેના બીજા જ બોલ પર વિપ્રજ નિગમને ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. આ સાથે જ પાકિસ્તાન A ફરી એકવાર મેચમાં હાવી થઈ ગયું હતું. હવે ભારત પાસે હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવના રૂપમાં માત્ર બે વિકેટ બાકી હતી. જોકે, રાણા પણ માત્ર બે બોલ જ ટકી શક્યા હતા. છેલ્લી વિકેટ બાકી હતી ત્યારે ઈન્ડિયા Aને 34 બોલમાં 70 રનની જરૂર હતી. અંતે તિલક વર્મા પણ બાઉન્ડ્રી ફટકારવામાં નિષ્ફળ રહ્યા હતા. (IMAGE SOURCE : PTI)

પાકિસ્તાન Aની ટીમે ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મળેલી દરેક તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. સોફિયાન મુકીમે મિડલ ઓવર્સમાં ભારતીય બેટ્સમેનો પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું, જ્યારે હસન નવાઝ બોલિંગમાં સરપ્રાઇઝ પેકેજ સાબિત થયા હતા, અને અલી રઝાએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને પાકિસ્તાનની મેચમાં શાનદાર વાપસી કરાવી હતી. પાકિસ્તાન તરફથી અલી રઝા અને હસન નવાઝે 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે ઇમરાન રંધાવાએ 2 વિકેટ પોતાના નામે કરી હતી. (IMAGE SOURCE : PTI)

પાકિસ્તાન સામેની હારને કારણે ઇન્ડિયા A ટીમના નેટ રન રેટમાં મોટો ઘટાડો થયો છે. બીજી તરફ, સતત 2 જીત સાથે 04 પોઈન્ટ મેળવીને પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. જોકે, ભારત પાસે હજુ એક મેચ રમવાની બાકી છે. 24 નવેમ્બરે ભારતીય ટીમનો મુકાબલો UAE સામે થશે. આ મેચમાં જીત મેળવી અને એના સાથે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા પર ભારતની નજર રહેશે. (IMAGE SOURCE : PTI)
Vaibhav Suryavanshi: પાકિસ્તાન સામે કેમ નથી ચાલતું વૈભવ સૂર્યવંશીનું બેટ? સામે આવ્યું આ મોટું કારણ