AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રિજમાં દૂધ મૂકવાની સાચી રીત કઈ છે? આ ભૂલોને કારણે દૂધ જલ્દી ફાટી જાય છે

ઘણીવાર ફ્રિજમાં રાખવા છતાં દૂધ જલ્દી ખાટું થઈ જાય છે કે ફાટી જાય છે, જેના માટે લોકો દૂધની ગુણવત્તાને દોષ આપે છે. જો કે, દૂધની તાજગી જાળવવા માટે ફ્રિજમાં તેને કઈ જગ્યાએ મૂકવામાં આવે છે? તે ખૂબ મહત્વનું છે.

ફ્રિજમાં દૂધ મૂકવાની સાચી રીત કઈ છે? આ ભૂલોને કારણે દૂધ જલ્દી ફાટી જાય છે
Image Credit source: AI Generated
| Updated on: Nov 23, 2026 | 8:44 PM
Share

દૂધ આપણી રોજિંદી જરૂરિયાત છે. સવારની ‘ચા’ હોય કે બાળકો માટે ‘દૂધ’, મોટાભાગના ઘરોમાં તેનો રોજ ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર આપણે દૂધ ખરીદીને સીધું ફ્રિજમાં મૂકી દઈએ છીએ. તેમ છતાંય ઘણીવાર દૂધ જલ્દી ખાટું થઈ જાય છે અથવા ફાટવા લાગે છે. આવી સ્થિતિમાં લોકો દૂધની ક્વોલિટીને તેનું કારણ માને છે.

એવામાં શું તમે જાણો છો કે, ફ્રિજમાં દૂધ કઈ જગ્યાએ રાખવામાં આવ્યું છે, તેને લઈને પણ તેની તાજગી પર અસર પડે છે? હકીકતમાં, ફ્રિજના તમામ ભાગોનું તાપમાન એકસરખું રહેતું નથી. તેથી, દૂધને યોગ્ય જગ્યાએ રાખવું જરૂરી છે.

  1. ફ્રિજના દરવાજામાં ન રાખો દૂધ: ઘણા ઘરોમાં દૂધનું પેકેટ કે બોટલ ફ્રિજના દરવાજામાં મૂકી દેવામાં આવે છે. આવું કરવાનું ટાળવું જોઈએ. હકીકતમાં, ફ્રિજનો દરવાજો વારંવાર ખુલે છે અને બંધ થાય છે. તેનાથી આ ભાગનું તાપમાન બદલાતું રહે છે. વારંવાર તાપમાન બદલાવાથી દૂધ જલ્દી બગડી શકે છે. તેથી, દૂધને દરવાજામાં રાખવાને બદલે અંદરની શેલ્ફ પર રાખો.
  2. પાછળની તરફ વાળી શેલ્ફ પસંદ કરો: દૂધ રાખવા માટે ફ્રિજની અંદરની વચ્ચેની અથવા નીચેની શેલ્ફ વધુ સારી હોય છે. ખાસ કરીને પાછળની તરફ તાપમાન વધુ સ્થિર રહે છે. તેનાથી દૂધને યોગ્ય ઠંડક મળે છે અને તેના જલ્દી બગડવાનું જોખમ ઓછું થાય છે.
  3. દૂધને ખુલ્લું ન છોડો: દૂધનો ઉપયોગ કર્યા પછી પેકેટને સારી રીતે બંધ કરી દો. જો બોટલમાં દૂધ રાખતા હોવ, તો તેનું ઢાંકણ બરાબર લગાવો. પ્રયાસ કરો કે, દૂધને તેના મૂળ પેકેટ અથવા સાફ, બંધ કન્ટેનરમાં જ રાખો.
  4. વધુ સમય સુધી બહાર ન રાખો: ઘણીવાર ચા કે બીજી વસ્તુઓમાં દૂધ વાપર્યા પછી બાકીનું દૂધ રસોડામાં જ છોડી દેવામાં આવે છે. જો કે, આવું ન કરવું જોઈએ. દૂધ જેટલું જોઈએ, તેટલું જ બહાર કાઢો અને બાકીનું તરત જ ફ્રિજમાં મૂકી દો. દૂધને રૂમના તાપમાને વધુ સમય રાખવાથી બેક્ટેરિયા વધી શકે છે.

કેવી રીતે ઓળખશો કે દૂધ બગડી ગયું છે?

જો દૂધમાંથી ખાટી કે અજીબ ગંધ આવી રહી હોય, તેમાં ગઠ્ઠા પડી ગયા હોય અથવા તે ફાટવા લાગ્યું હોય, તો તેનો ઉપયોગ ન કરો. તેનો રંગ અને રચના બદલાવી પણ બગડી જવાનો સંકેત હોઈ શકે છે. આવા દૂધને ચાખીને ચકાસવાનો પ્રયાસ ન કરો.

એક જરૂરી વાત: ફ્રિજનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછું રાખો. યોગ્ય રીતે સ્ટોર કરવાની સાથે દૂધની એક્સપાયરી ડેટ પણ જરૂર તપાસો.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઘરેલું ટિપ્સ પર આધારિત છે. દૂધ અને અન્ય ખાદ્ય પદાર્થોના સ્ટોરેજ માટે ઉત્પાદનના પેકેટ પર આપેલી સૂચનાઓ અને ફ્રિજની કંપનીની ગાઈડલાઈનનું પાલન કરવું હિતાવહ છે.

હવે મિનિટોમાં મળશે PF ના પૈસા! ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થઈ શકે છે ‘UPI વિડ્રોલ સુવિધા’, 75% સુધી રકમ ઉપાડી શકાશે

Follow Us
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">