Ayodhya-Janakpur Train : માતા-પિતાને બુક કરાવી દો અયોધ્યા થી જનકપુરની ટ્રેનની ટિકિટ , ચેક કરી લો શેડ્યુલ
ભારત અને નેપાળ વચ્ચે રેલવે સંપર્કને મજબુત કરવા માટે. અયોધ્યાથી જનકપુર ધામ સુધી ટ્રેન સેવા શરુ કરવામાં આવી છે. જે ભગવાન રામના જન્મભૂમિ અને માતા સીતાના જન્મસ્થળને સીધી જોડશે.

ભારત અને નેપાળ વચ્ચે રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવા માટે એક મોટી પહેલ ચાલી રહી છે. ભગવાન રામના શહેર અયોધ્યા અને માતા સીતાના શહેર જનકપુર ધામ વચ્ચે હવે સીધી ટ્રેન સેવા શરૂ થશે. સોમવારે અયોધ્યાથી આ ટ્રેનનું ઉદ્ધાટન સ્પેશલ સેવા શરુ થશે. જ્યારે મંગળવારના રોજ નેપાળના જનકપુર ધામથી વાપસી થશે.

આ ટ્રેન દેશના શ્રદ્ધાળુઓની ધાર્મિક યાત્રામાં મોટી સુવિધા મળશે. અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે. જ્યારે નેપાળનું જનકપુર ધામ માતા-સીતાની જન્મસ્થળના રુપે પ્રસિદ્ધ છે. બંને સ્થળોનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. હવે બંને મુખ્ય ધાર્મિક સ્થળોને રેલવે સાથે જોડવાની તૈયારી છે. જેનાથી ભારત અને નેપાળ વચ્ચે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળવાની આશા છે.

અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે. જ્યારે નેપાળનું જનકપુર ધામ માતા-સીતાનું જન્મસ્થળના રુપે ફેમસ છે. બંને જગ્યાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. હવે બંને મુખ્ય ધાર્મિક સ્થળોને રેલવે સાથે જોડવાની તૈયારી છે. જેનાથી ભારત અને નેપાળ વચ્ચે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળવાની આશા છે.

ટ્રેન નંબર 15595/15596 જનકપુર ધામ - અયોધ્યા કેન્ટ એક્સપ્રેસ. સોમવારના રોજ ઉદ્ધાટન સ્પેશલ રવાના થશે. મંગળવારના રોજ જનકપુર ધામથી વાપસી થશે. આ ટ્રેનમાં કુલ 17 કોચ આવેલા છે.

આ ટ્રેન અયોધ્યા ધામથી રવાના થઈ મનકાપુર,બસ્તી અને ગોરખપુર પહોંચશે. ત્યારબાદ બિહારના પનિયહવા,નરકટિયાગંજ, રક્સૌલ,સીતામઢી, શીશો, મધુબની અને જયનગર થઈ નેપાળના જનકપુર ધામ પહોંચશે. ટુંકમાં ઉત્તરપ્રદેશ અને બિહારના અનેક શહેરોના યાત્રિકોને પણ આ ટ્રેનનો ફાયદો મળશે.

ટ્રેન 21 કલાક 30 મિનિટમાં અયોધ્યાથી જનકપુર પહોંચશે.આ ઉદ્ઘાટન વિશેષ ટ્રેન અયોધ્યા ધામથી બપોરે 12 : 30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10 વાગ્યે જનકપુર ધામ પહોંચશે. આનો અર્થ એ થયો કે આ યાત્રામાં આશરે 21 કલાક અને 30 મિનિટનો સમય લાગશે. પરત ફરતી વખતે, ટ્રેન જનકપુર ધામથી બપોરે 1 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8: 10 વાગ્યે અયોધ્યા પહોંચશે.

આ ટ્રેનમાં કુલ 17 કોચ હશે. જેમાં અલગ અલગ કેટેગરીઓ માટે મુસાફરોને બેસવાની વ્યવસ્થા હશે. રેલવેના જણાવ્યા મુજબ હાલમાં 23 અને 24 નવેમ્બરના રોજ ઉદ્ધાટન સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. (ALL Photo: AI/ Canva)
Travel Tips : યાત્રિકો માટે ખુશખબર, દ્વારકા-સોમનાથ અને હરિદ્વાર વચ્ચે સીધી ટ્રેન મળશે અહી ક્લિક કરો
