AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Game Of China: એક તરફ સોનાના ભાવમાં મોટો કડાકો…બીજી તરફ ચીન 24 મહિનાથી ગોલ્ડ પર કરી રહ્યું ખેલ!

એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ ચીનની સેન્ટ્રલ બેંક સતત સોનાનો ભંડાર વધારી રહી છે. ચીનની આ ખરીદી સતત 24મા મહિને પણ ચાલુ રહી છે.

| Updated on: Nov 23, 2026 | 9:53 AM
Share
સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ દુનિયાના સૌથી મોટા અર્થતંત્રોમાં સામેલ ચીન સોનાની ખરીદી અટકાવવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ ચીનની સેન્ટ્રલ બેંક સતત સોનાનો ભંડાર વધારી રહી છે. ચીનની આ ખરીદી સતત 24મા મહિને પણ ચાલુ રહી છે. ખાસ વાત એ છે કે ઓક્ટોબર 2026માં ચીને લગભગ 26 ટન સોનું ખરીદ્યું છે. ઓક્ટોબર 2023 પછી એક મહિનામાં કરવામાં આવેલી આ તેની સૌથી મોટી ખરીદી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના અહેવાલમાં આ માહિતી સામે આવી છે.

1 / 8
સોનાના ભાવ ઘટ્યા, છતાં ચીનની ખરીદીમાં વધારો : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, ચીનની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઇના (PBOC)એ ઓક્ટોબરમાં લગભગ 26 ટન સોનું પોતાના ભંડારમાં ઉમેર્યું છે. આ સાથે ચીનનો સત્તાવાર ગોલ્ડ રિઝર્વ વધીને 2,435 ટન થઈ ગયો છે. ચીનના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો હવે 8.1% થયો છે.

2 / 8
ચીનની આ ખરીદી એવા સમયે થઈ રહી છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર દરમિયાન LBMAના સોનાના ભાવમાં ડોલરના સંદર્ભમાં 6.3%નો ઘટાડો થયો હતો. જ્યારે ચીનના શાંઘાઈ બેન્ચમાર્ક ગોલ્ડ પ્રાઇસમાં યુઆનના સંદર્ભમાં 5.9%નો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડાને કારણે 2026માં અત્યાર સુધીમાં ડોલરના સંદર્ભમાં સોનાના ભાવ 7.1% અને યુઆનના સંદર્ભમાં 9.4% ઘટ્યા છે.

3 / 8
ચીનના Gold ETFમાં પણ સતત ચોથા મહિને રોકાણ : માત્ર સેન્ટ્રલ બેંક જ નહીં, ચીનના ગોલ્ડ ETFમાં પણ રોકાણ વધી રહ્યું છે. ઓક્ટોબરમાં સતત ચોથા મહિને ગોલ્ડ ETFમાં 6.3 ટન સોનું ઉમેરાયું હતું. તેની કિંમત આશરે 784 મિલિયન ડોલર હતી. આ સાથે ચીનના ગોલ્ડ ETFનું કુલ હોલ્ડિંગ વધીને રેકોર્ડ 310 ટન પર પહોંચી ગયું છે. જોકે, સોનાના ભાવમાં ઘટાડાને કારણે આ ફંડ્સની કુલ એસેટ વેલ્યુમાં 4%નો ઘટાડો થયો છે અને તે આશરે 40 અબજ ડોલર રહી છે.

4 / 8
આખરે ચીન સોનાનો આટલો મોટો ભંડાર કેમ બનાવી રહ્યું છે? : ચીનની આ ખરીદી પાછળ લાંબા ગાળાની આર્થિક વ્યૂહરચના હોવાનું માનવામાં આવે છે. ચીન અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માગે છે. આ માટે તે પોતાના વિદેશી મુદ્રા ભંડારમાં સોના જેવી સુરક્ષિત સંપત્તિનો હિસ્સો વધારી રહ્યું છે.

5 / 8
 સોનું વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, યુદ્ધ અને નાણાકીય કટોકટી જેવી પરિસ્થિતિઓમાં સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. સોનાના ભંડાર પર કોઈ અન્ય દેશનું સીધું નિયંત્રણ હોતું નથી. તેથી ચીન પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા અને વૈશ્વિક અર્થતંત્રમાં પોતાનો પ્રભાવ વધારવા માટે સોનાની ખરીદી કરી રહ્યું છે.

6 / 8
દુનિયાભરની સેન્ટ્રલ બેંકો પણ સોનું ખરીદી રહી છે : ચીન એકલું નથી જે સોનાનો ભંડાર વધારી રહ્યું છે. દુનિયાની અનેક સેન્ટ્રલ બેંકો પણ સોનાની ખરીદી કરી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા અનુસાર, 2026ના ત્રીજા ક્વાર્ટરમાં વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ કુલ 321.2 ટન સોનાની ચોખ્ખી ખરીદી કરી હતી. તેની સરખામણીમાં 2026ના બીજા ક્વાર્ટરમાં 296.3 ટન અને પ્રથમ ક્વાર્ટરમાં માત્ર 57.7 ટન સોનાની ખરીદી થઈ હતી. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સેન્ટ્રલ બેંકો પોતાના ભંડારમાં સોનાનો હિસ્સો વધારી રહી છે.

7 / 8
આમ, સોનાના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ચીનની સતત ખરીદી તેની લાંબા ગાળાની આર્થિક વ્યૂહરચના દર્શાવે છે. હવે સોનાના બજારમાં રોકાણકારોની નજર ચીનની આગામી ખરીદી અને વૈશ્વિક સેન્ટ્રલ બેંકોના વલણ પર રહેશે.

8 / 8

Breaking News : અમેરિકાની ડેલ્ટા એરલાઇનની સિસ્ટમ ફેઇલ! ફરી ખામી સર્જાતા હજારો મુસાફરો પરેશાન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું

અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ

ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ

દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ

અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન

ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video

જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ

બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video

g clip-path="url(#clip0_868_265)">