PHOTOS: ક્રિકેટર ‘ઋતુ’ના જીવનમાં હવે ઉત્કર્ષાનું ‘રાજ’, લગ્નના સુંદર ફોટો થયા Viral
Ruturaj Gaikwad Marriage: ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષાના લગ્નના સુંદર ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. IPL 2023ની ફાઈનલ મેચ બાદ વિજયની ઉજવણી કરી રહેલા ખેલાડીઓમાં ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડની મંગેતર પણ મેદાનમાં ઉપસ્થિત હતી. આજે તેમના લગ્નમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેટલાક ખેલાડીઓ પર હાજર રહ્યા હતા.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર ગઈ છે ભારતીય ક્રિકેટ ટીમમાં ઋતુરાજ ગાયકવાડને રિઝર્વ ખેલાડી તરીકે તક મળી હતી, પણ તેના લગ્ન નક્કી થતા તેણે આ તક જતી કરી હતી. આજે 3 જૂનના રોજ તે લગ્ન બંધનમાં બંધાયો છે.

ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષાના લગ્નના સુંદર ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા તેમની મેંહદી સેરેમનીના ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.

ઉત્કર્ષા પવાર એક ક્રિકેટર છે જે પૂણેની વતની છે અને મહારાષ્ટ્ર માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. તે જમણા હાથની બેટર હોવાની સાથે સાથે બોલર પણ છે. ઉત્કર્ષાનો જન્મ 13 ઓક્ટોબર 1998ના રોજ થયો હતો. તે બાળપણથી જ રમતગમતમાં ખૂબ જ સક્રિય હતી. માત્ર 11 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ઉત્કર્ષે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સ પૂણેમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

IPL 2023ની ફાઈનલ મેચ બાદ વિજયની ઉજવણી કરી રહેલા ખેલાડીઓમાં ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડની મંગેતર પણ મેદાનમાં ઉપસ્થિત હતી. આજે તેમના લગ્નમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેટલાક ખેલાડીઓ પર હાજર રહ્યા હતા.

ગાયકવાડે IPL 2023માં રમાયેલી 16 મેચોમાં 42.14ની એવરેજથી 590 રન બનાવ્યા હતા. આ ખેલાડીનો સ્ટ્રાઈક રેટ પણ 147.50 હતો. ગાયકવાડના બેટમાંથી 4 અડધી સદી નીકળી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે ગાયકવાડે આ સિઝનમાં 30 સિક્સર ફટકારી હતી.
Latest News Updates






































































