આ બંન્ને પતિ પત્ની છે ક્રિકેટર, મહિલા ક્રિકેટરના ઘરમાં કોઈ બેટ્સમેન તો કોઈ વિકેટકિપર, પતિ છે બોલર
એલિસા હીલીને ઓસ્ટ્રેલિયા ક્રિકેટની કેપ્ટન બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ 21 ડિસેમ્બરના રોજ મુંબઈના એક ટેસ્ટ, ત્રણ વનડે, અને ત્રણ ટી 20 મેચની સિરીઝ માટે ભારત આવશે.33 વર્ષની હીલી છેલ્લા કેટલાક સમયથી શાનદાર લયમાં છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તે 14 વર્ષથી સક્રિય છે. આ પહેલા તે ઓસ્ટ્રેલિયા ટીમની વાઈસ કેપ્ટન છે.


એલિસા હીલીના પિતાનું નામ ગ્રેગ હીલી છે જે પણ એક ક્રિકેટર રહી ચૂક્યા છે. તેની માતાનું નામ સેન્ડી હીલી છે, તેને 3 બાળકો છે. જેમાંની એક હિલી છે જે આજે ક્રિકેટ જગતમાં મોટું નામ છે. તો આજે આપણે એળિસા હીલી અને પતિ મિશેલના પરિવાર વિશે જાણીએ

એલિસા હીલી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર છે. તે ઓસ્ટ્રેલિયન મહિલા રાષ્ટ્રીય ટીમ અને ન્યૂ સાઉથ વેલ્સ માટે રમે છે. એલિસાનો જન્મ 24 માર્ચ, 1990ના રોજ થયો હતો.હીલીની કપ્તાની હેઠળ યુપી વોરિયર્સને પહેલા ફાઇનલમાં લઈ જવા અને પછી ચેમ્પિયન બનાવવા માંગે છે. એલિસા હીલીએ ફેબ્રુઆરી 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

હીલીના પિતા ગ્રેગ હીલી ડોમેસ્ટિક ક્રિકેટ રમતા હતા. હીલીના પિતાના ભાઈ ઈયાન હીલી ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ વિકેટકીપર બેટ્સમેનોમાંના એક છે. હીલીને ક્રિકેટની રમત વારસામાં મળી હતી પરંતુ શરૂઆતમાં તેને તેમાં કોઈ રસ નહોતો. તે ઓસ્ટ્રેલિયા માટે હોકી રમવા માંગતી હતી

2015માં હીલીની સગાઈ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક સાથે થઈ હતી. તેમના લગ્ન એપ્રિલ 2016માં થયા હતા. મિશેલ સ્ટાર્ક તેની પત્ની એલિસા હિલી અનેક મેચ વખતે સ્ટેડિયમમાં જોવા મળી ચૂક્યા છે. તેમજ પતિ પત્ની પણ એકબીજાને ચીયર કરવા સ્ટેડિયમમાં પહોંચી જાય છે.

સ્ટાર્ક અને તેના પિતાની જેમ એલિસા પણ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરે છે. તે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમમાં વિકેટ કીપર બેટ્સમેન છે. સ્ટાર્ક અને એલિસા હીલી ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન ટીમની કરોડરજ્જુ છે. હિલીએ મહિલા ટીમમાં બેટથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી, જ્યારે સ્ટાર્કે પુરૂષ ટીમમાં બોલથી કરિયરની શરૂઆત કરી હતી.






































































