સારાએ આ ક્રિકેટર સાથે કરી સગાઈ, સ્પેનમાં દરિયાની વચ્ચે કર્યું પ્રપોઝ
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે તેની ગર્લફ્રેન્ડ સારાહ ચર્નુખ સાથે સગાઈ કરી લીધી છે. તેણે સ્પેનના સમુદ્રમાં સારાહને પ્રપોઝ કર્યું હતું અને તેણે હા પાડી હતી. બંનેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ હવે નવી ઈનિંગ રમવા માટે તૈયાર છે. સ્ટોઈનિસે તેની ગર્લફ્રેન્ડ સારાહ ચર્નુખ સાથે સગાઈ કરી લીધી છે. બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે, જોકે તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

સારા ચર્નુખ પ્રોફેશનલ મોડેલ છે. તે ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા દેશોની બ્રાન્ડ્સ માટે કામ કરે છે. આ ઉપરાંત, તે એક બિઝનેસવુમન પણ છે. તે ફેશન બિઝનેસમાં ખૂબ જ સક્રિય છે.

મોડેલિંગ અને ડિઝાઈનિંગ ઉપરાંત સારા ચર્નુખ ઓસ્ટ્રેલિયન ફેશન મેગેઝિનમાં કોલમ પણ લખે છે. આમાં તે લોકોને ત્વચાની સંભાળ, ફેશન ટ્રેન્ડ અને જીવનશૈલી વિશે જણાવે છે.

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સ્ટોઈનિસ આ વર્ષે ફેબ્રુઆરીમાં ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તે હવે ફક્ત T20 ક્રિકેટ રમે છે. સ્ટોઈનિસ IPL, BBL અને અન્ય મોટી લીગમાં જોવા મળે છે.

સ્ટોઈનિસની કુલ સંપત્તિ લગભગ 40 કરોડ રૂપિયા છે. આ ખેલાડી IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમે છે. તેને એક સિઝન માટે 11 કરોડ રૂપિયા મળે છે. (All Photo Credit : Instagram)
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર લગ્ન કરી નવી ઈનિંગ શરૂ કરશે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
