Happy Birthday Steve Smith: સ્મિથ એવો બેટ્સમેન છે જેણે ભારત સામે સૌથી વધુ સદી ફટકારી છે, જાણો કેવી રહી તેની કારકિર્દી

Steve Smith Birthday:સ્ટીવ સ્મિથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. ટીમ ઈન્ડિયા સામે તેનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 1:34 PM
ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અનેક સફળતા મેળવી છે. તેમણે ભારત, ઈગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન સહિત અનેક મોટી ટીમો વિરુદ્ધ શાનદાર ઈનિગ્સ રમી છે. સ્મિથે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમને અનેક જીત અપાવી છે. સ્ટિવ સ્મિથ આજે તેનો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ તકે તેનો ટીમ ઈન્ડિયા વિરુદ્ધ રેકોર્ડ કેવો રહ્યો તે વિશે વાત કરીએ.

1 / 5
સ્ટિવ સ્મિથે દરેક ફોર્મેટમાં શાનદરા પ્રદર્શન કર્યું છે. તેમણે ટેસ્ટ મેચમાં 27 અને વનડે મેચમાં 11 સદી ફટકારી છે. તે બોલિંગમાં પણ હાથ અજમાવી ચૂક્યો છે. જો સ્મિથના ભારત વિરુદ્ધ રેકોર્ડ વિશે વાત કરીએ તો ખુબ શાનદાર છે. તેમણે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 18 વનડે મેચમાં 5 સદી  ફટકારી છે. સ્મિથ ભારત વિરુદ્ધ વનડેમાં સૌથી વધુ સદી ફટકાવનારો બેટ્સમેન રહ્યો છે. આ દરમિયાન તેમણે 1145 રન બનાવ્યા છે.

2 / 5
સ્મિથે 96 ટેસ્ટ મેચમાં 8792 રન બનાવ્યા છે. આ દરમિયાન 30  સદી અને 37 અડધી સદી ફટકારી છે. તે આ ફોર્મેટમાં 3 બેવડી સદી ફટકારી છે. સ્મિથે 142 વનડેમાં 4939 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 12 સદી અને 29 અડધી સદી ફટકારી છે. તેણે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. સ્મિથે 63 ટી20 મેચમાં 2485 રન બનાવ્યા છે.

3 / 5
તમને જણાવી દઈએ કે, સ્મિથે પોતાના કરિયરની શરુઆત લેગ સ્પિનર તરીકે કરી હતી પરંતુ હવે તે ટેસ્ટ મેચમાં દિગ્ગજ બેટ્સમેનોમાંથી એક છે. સ્મિથે ટેસ્ટની સાથે સાથે વનડે ફોર્મેટમાં પણ અનેક સફળતા મેળવી છે.

4 / 5
 સ્ટીવ સ્મિથ વર્ષ 2012માં પ્રથમ વખત IPL રમ્યો હતો. તેણે તે સિઝનમાં 15 મેચ રમી અને કુલ 362 રન બનાવ્યા. 2016ની સિઝનમાં તેણે સદી ફટકારી હતી, જ્યારે બીજી જ સિઝનમાં તેણે 3 અડધી સદી સાથે કુલ 472 રન બનાવ્યા હતા. તેણે આ લીગમાં અત્યાર સુધીમાં 103 મેચમાં કુલ 2485 રન બનાવ્યા છે જેમાં 1 સદી અને 11 અડધી સદી સામેલ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">