AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup Final: શ્રીલંકાના આ બે ખેલાડીઓએ ‘હિરો’ બનીને બાબરની ટીમને ‘ઝીરો’ કરી દીધી, એકની કિંમત 50 લાખ અને બીજાની છે 11 કરોડ

જો કે, પાકિસ્તાન (Pakistan) સામેની જીતમાં શ્રીલંકા (Sri Lanka) ની આખી ટીમની રમત સારી રહી હતી. પરંતુ તેના કેટલાક ખેલાડીઓની રમત સુપર ઉપર હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 11:53 AM
Share
એશિયા કપ 2022 પર શ્રીલંકાનો કબજો છે. ફાઇનલમાં પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું. જો કે, પાકિસ્તાન સામેની જીતમાં શ્રીલંકાની આખી ટીમની રમત સારી રહી હતી. પરંતુ તેના કેટલાક ખેલાડીઓની રમત સુપર ઉપર હતી.

1 / 6
પાકિસ્તાનને હરાવવામાં સામેલ શ્રીલંકાના ખેલાડીઓમાંથી એવા પણ છે,  જેમની કિંમત 50 લાખ રૂપિયાથી લઈને લગભગ 11 કરોડ રૂપિયા સુધીની છે. વિજય અમૂલ્ય છે. તેની કોઈ કિંમત નથી. પરંતુ આ ખેલાડીઓએ જ શ્રીલંકાને ચેમ્પિયન બનાવ્યું છે.

2 / 6
એશિયા કપ 2022માં શ્રીલંકાની અંતિમ જીતના બે સૌથી મોટા હીરો ભાનુકા રાજપક્ષે અને વાનિન્દુ હસરંગા હતા. આ બંને ખેલાડીઓ IPL રમે છે, જ્યાં રાજપક્ષેની કિંમત 50 લાખ રૂપિયા છે. જ્યારે હસરંગાને રમવા માટે 10.75 કરોડ રૂપિયા મળે છે.

3 / 6
હવે એ જાણી લો કે ફાઈનલમાં શ્રીલંકાની જીત અને પાકિસ્તાનની હારના આ બે સૌથી મોટા કારણો કેવી રીતે છે. IPL માં પંજાબ કિંગ્સ સાથે 50 લાખ રૂપિયામાં જોડાયેલા ભાનુકા રાજપક્ષે શ્રીલંકા માટે ફાઇનલ મેચમાં 45 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. રાજપક્ષેએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ ઇનિંગ રમી હતી. ટીમે 58 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રાજપક્ષેની ઇનિંગે ટીમને પ્રોત્સાહન આપ્યું હતું.

4 / 6
અંતિમ ફતેહમાં શ્રીલંકાનો બીજો હીરો વાનિન્દુ હસરંગા છે. પરંતુ, જો આખી ટૂર્નામેન્ટ પર નજર કરીએ તો હસરંગા તેની ટીમનો સૌથી મોટો હીરો બની ગયો છે. પાકિસ્તાન સામે એશિયા કપ 2022ની ફાઇનલમાં હસરંગાએ મુશ્કેલ સમયમાં પ્રથમ બેટિંગ કરતા 21 બોલમાં 36 રન બનાવ્યા હતા. જે બાદ બોલ સાથે 3 વિકેટ ઝડપી હતી. ફાઈનલના આ આંકડા સાથે, હસરંગાએ એશિયા કપ 2022માં 66 રન અને 9 વિકેટ ઝડપી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

5 / 6
એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાને જીત અપાવવામાં પ્રમોદ મદુશાનનો પણ મહત્વનો ભાગ હતો, જેણે તેની કારકિર્દીની બીજી મેચમાં 4 વિકેટ લીધી હતી. આ રીતે તેણે અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં 6 વિકેટ ઝડપી છે. તેણે એશિયા કપ 2022માં ડેબ્યૂ કર્યું હતું અને પાકિસ્તાન સામે બંને મેચ રમી હતી.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">