Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટમાં ટેસ્ટ, વનડે અને T20 સિવાય પણ હોય છે અન્ય ફોર્મેટ ? જાણો શું છે તેનો ઈતિહાસ અને વિશેષતા

ક્રિકેટમાં ત્રણ મુખ્ય ફોર્મેટ છે જેમાં ટેસ્ટ ક્રિકેટ, વન ડે (ODI) ક્રિકેટ અને T20 ક્રિકેટનો સમાવેશ થાય છે. આ ફોર્મેટનો પોતાનો ઈતિહાસ અને મહત્વ છે, અને ક્રિકેટની વિવિધ શૈલીઓ દર્શાવે છે. આ ત્રણ ફોર્મેટ સિવાય પણ અન્ય ફોર્મેટમાં ક્રિકેટ રમાય છે, અને તેમની અલગ વિશેષતા છે. આ તમામ ફોર્મેટ વિશે વિગતવાર જાણીશું આ આર્ટીકલમાં.

| Updated on: Jan 30, 2025 | 9:38 PM
ક્રિકેટના ત્રણ મુખ્ય ફોર્મેટ છે ટેસ્ટ, વનડે અને T20. દરેકનો પોતાનો ઈતિહાસ અને લાક્ષણિકતાઓ છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટ પરંપરાગત અને ઊંડાણપૂર્વકના કૌશલ્યોની માંગ કરે છે, ત્યારે ODI ક્રિકેટ મર્યાદિત સમયમાં સ્પર્ધા વિશે છે, અને T20 ક્રિકેટે ઓછા સમયમાં વધુ મનોરંજન પહોંચાડવામાં ક્રાંતિ લાવી છે. આ ત્રણેય ફોર્મેટનો ઉદ્દેશ્ય ક્રિકેટને અલગ અલગ રીતે રજૂ કરવાનો અને તેને પ્રેક્ષકોના દરેક વર્ગ માટે આકર્ષક બનાવવાનો છે.

1 / 6
ટેસ્ટ ક્રિકેટ સૌથી જૂનું અને પરંપરાગત ક્રિકેટ ફોર્મેટ છે. તે 19મી સદીના અંતમાં અસ્તિત્વમાં આવ્યું. પહેલી ટેસ્ટ મેચ 1877માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ખાતે રમાઈ હતી. તેને ટેસ્ટ કહેવામાં આવે છે કારણ કે તે ખેલાડીની એકંદર ક્ષમતા અને કૌશલ્યની કસોટી કરે છે. ટેસ્ટ મેચ 5 દિવસ (40 કલાક) સુધી ચાલે છે, જેમાં દરેક ટીમ 2 ઈનિંગ્સ રમે છે.

2 / 6
વન ડે (ODI) ક્રિકેટ 50-50 ઓવરનું ફોર્મેટ છે, જે એક જ દિવસમાં રમાય છે. ટેસ્ટ ક્રિકેટના ટૂંકા વિકલ્પ તરીકે 1970ના દાયકામાં વનડે ફોર્મેટની રચના કરવામાં આવી હતી. પ્રથમ સત્તાવાર ODI 1971માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. પહેલા ODI ફોર્મેટમાં 60-60 ઓવરની મેચ યોજાતી હતી, જોકે 1983 વર્લ્ડ કપ બાદ 10-10 ઓવર ઘટાડી વનડે મેચ 50-50 ઓવરની કરવામાં આવી હતી. વનડે મેચ એક જ દિવસમાં પૂર્ણ થાય છે, અને રમતનો સમયગાળો લગભગ 7 થી 8 કલાકનો હોય છે.

3 / 6
T20 ક્રિકેટ સૌથી ઝડપી અને વધુ લોકપ્રિય ક્રિકેટનું ફોર્મેટ છે, જે વિસ્ફોટક બેટિંગ અને રોમાંચક ફિનિશ માટે જાણીતું છે. T20 એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા માન્યતા પ્રાપ્ત ક્રિકેટના ત્રણ મુખ્ય સ્વરૂપોમાંથી એક છે. પ્રથમ સત્તાવાર T20 મેચ 2003માં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. જોકે, 2007માં યોજાયેલા પ્રથમ T20 વર્લ્ડ કપથી આ ફોર્મેટને વૈશ્વિક માન્યતા મળી હતી.આ ફોર્મેટમાં, દરેક ટીમને 20 ઓવર રમવાની તક મળે છે. રમતનો સમયગાળો લગભગ 3-4 કલાકનો હોય છે.

4 / 6
ટેસ્ટ, વનડે અને T20 ક્રિકેટ મુખ્ય ફોર્મેટ હોવા છતાં, ક્રિકેટના કેટલાક અન્ય પ્રાયોગિક ફોર્મેટ પણ વિકસાવવામાં આવ્યા છે, જે ICC દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલ પર રમાતી મેચોમાં નહીં પરંતુ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ, લિસ્ટ-A ક્રિકેટ અને લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત અને અન્ય દેશોમાં રમાય છે. જેમ T20માં 20-20 ઓવરની રમત હોય છે, તેમ T10માં 10-10 ઓવરની મેચ હોય છે. ધ હન્ડ્રેડ યુનાઈટેડ કિંગડમની એક વ્યાવસાયિક ક્રિકેટ લીગ છે જે 100 બોલના ફોર્મેટમાં રમાય છે.

5 / 6
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ એક લાંબા ગાળાનું ફોર્મેટ છે, જ્યાં ટીમો ઘણા દિવસો (સામાન્ય રીતે 3-4 દિવસ) સુધી મેચ રમે છે. તે ટેસ્ટ ક્રિકેટનું સૌથી પહેલું સ્વરૂપ છે અને સ્થાનિક સ્તરે રમાય છે. જ્યારે લિસ્ટ-A ક્રિકેટ એક દિવસીય ક્રિકેટનું બીજું સ્વરૂપ છે, જેમાં દરેક ટીમને 50 ઓવર રમવાની તક મળે છે, પરંતુ તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બંનેમાં રમી શકાય છે. (All Photo Credit : X / INSTAGRAM / GETTY)

6 / 6

ટેસ્ટ, વનડે, T20, T10, ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ, લિસ્ટ-A ક્રિકેટ, લીગ ક્રિકેટ, તમામ ફોર્મેટ સાથે જોડાયેલ ક્રિકેટ ન્યૂઝ વિશે જાણવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">