જૂન 2025 માં શેરબજારના રોકાણકારોને મળશે ડબલ ફાયદો ! આ 3 કંપનીઓ આપશે બોનસ અને સ્ટોક થશે સ્પ્લિટ
આજે, અમે તમને એવા 3 શેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જૂન મહિનામાં સ્ટોક સ્પ્લિટ અથવા બોનસને લઈને સમાચારમાં રહેવાના છે, જેની અસર આ શેરોની હિલચાલ પર જોઈ શકાય છે. આમાંના ઘણા શેરો ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.

Emmvee IPO: ભારતમાં સૌર ઉર્જા ક્ષેત્રમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે. આ ક્ષેત્રના IPO બજારમાં સુપરહિટ રહ્યા હતા. આ વધતા રોકાણ વચ્ચે, બેંગ્લોર સ્થિત સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની Emmvee પણ હવે એક જાહેર ઇશ્યૂ લાવવાની તૈયારી કરી રહી છે. કંપની લગભગ રૂ. 2,500 થી રૂ. 3,000 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. વારી એનર્જી અને પ્રીમિયર એનર્જી જેવા સફળ IPO પછી આ પગલું લેવામાં આવ્યું છે. Emmvee ગ્રુપ પાસે સૌર ક્ષેત્રમાં ત્રણ દાયકાનો અનુભવ છે. કંપની સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ, સોલર સેલ અને સોલર વોટર હીટિંગ સિસ્ટમનું ઉત્પાદન કરે છે.

કંપની પાસે 3.9 GW ના પેન્ડિંગ ઓર્ડર છે, જે અંદાજે 5,898 કરોડ રૂપિયાના છે. આ ઓર્ડર NTPC, CleanMax, Ayana Power જેવી જાણીતી કંપનીઓ તરફથી મળ્યા છે, જે આગામી 1-2 વર્ષમાં કંપનીને સારી આવક આપશે.

મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ, Emmvee IPOમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કરશે. આ સાથે, કંપની આ નાણાંનો ઉપયોગ જૂના દેવાની ચુકવણી કરવા અને ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પણ કરશે. આ IPO માટે, Emmvee એ કોટક મહિન્દ્રા કેપિટલ અને JM ફાઇનાન્શિયલ જેવી મોટી રોકાણ બેંકો સાથે કામ કરવાનું શરૂ કર્યું છે.

2024માં Waaree Energies અને Premier Energies જેવા સોલર કંપનીઓએ શાનદાર IPO લોન્ચ કર્યા હતા. Premier Energiesએ 2,830 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા અને તેનો IPO 74.4 ગણી વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. બીજી તરફ, Waaree Energiesનો 4,321 કરોડ રૂપિયાનો IPO 76.34 ગણી વકત ભરાયો હતો અને હાલમાં તેના શેર IPO પ્રાઇસથી 86 ટકા ઉંચા દરે ટ્રેડ થઈ રહ્યા છે.

ભારત સરકારની PLI યોજના, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની નીતિ અને 2030 સુધીમાં 500 GW ક્લિન એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય — આવા IPO માટે મજબૂત આધાર પુરો પાડી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકા અને ચીન વચ્ચે વધતા જિયોપોલિટિકલ તણાવના કારણે સોલર સપ્લાય ચેઇનનો વળાંક ભારત તરફ થયો છે, જેના કારણે ભારતીય સોલર કંપનીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે અવસર મળી રહ્યા છે.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
