લો બોલો, હવે વ્યક્તિના મનગમતા રંગથી ખબર પડશે કે તેનો સ્વભાવ કેવો છે
દરેક વ્યક્તિને કોઈને કોઈ રંગ ગમતો હોય છે. કેટલાક લોકોને કાળો રંગ ગમે છે તો કેટલાકને સફેદ રંગ ગમે છે. રંગને લઈને દરેકની પસંદગી અલગ અલગ હોય છે. હવે મુદ્દાની વાત કરીએ તો, શું તમને ખબર છે કે વ્યક્તિના રંગ પરથી તેનો સ્વભાવ ઓળખી શકાય? તો ચાલો જાણીએ કે, રંગ પરથી કોઈ વ્યક્તિનો સ્વભાવ કેમનો જાણી શકાય.

આમ જોવા જઈએ તો, વ્યક્તિ તેના મનગમતા રંગની વસ્તુઓ જ ઉપયોગ કરતો હોય છે, પછી ભલેને તે બૂટ હોય કે ટી-શર્ટ હોય. ટૂંકમાં કહીએ તો, રંગ ફક્ત વ્યક્તિની પસંદગીને જ પ્રતિબિંબ નથી કરતું પરંતુ તેના સ્વભાવ વિશે પણ ઘણું બધું કહે છે.

ગુલાબી રંગ: જો કોઈ વ્યક્તિને ગુલાબી રંગ ગમે છે તો તેનો અર્થ એ છે કે વ્યક્તિ ભાવનાશીલ છે. આવા લોકો લાગણીઓમાં ડૂબી જાય છે અને કોઈપણ નિર્ણય લઈ લે છે. આ લોકો ખુશખુશાલ સ્વભાવના હોય છે. તેમને મિત્રો બનાવવાનું, પોતાના પ્રિયજનોની સંભાળ રાખવાનું અને તેમની સાથે સમય વિતાવવાનું ખૂબ ગમે છે. તેઓ દિલના ખૂબ સારા હોય છે અને દલીલોથી દૂર રહે છે.

વાદળી રંગ: જે લોકોને વાદળી રંગ ગમે છે તેઓને આકર્ષક વસ્તુઓમાં વધુ રસ હોય છે. આવા લોકો સ્વાભિમાની હોય છે અને કોઈની મદદ લેવાનું પસંદ કરતા નથી. તેઓ વિશ્વાસપાત્ર હોય છે અને ક્યારેય કોઈને છેતરતા નથી. તેઓ બીજા પર સરળતાથી વિશ્વાસ કરતા નથી. મિત્રતા હોય કે પ્રેમ, તેઓ ખૂબ જ સાવધાની સાથે આગળ વધે છે.

કાળો રંગ: કાળો રંગ પસંદ કરનારા લોકોનો સ્વભાવ ખૂબ જ આકર્ષક હોય છે. તેમને કોઈપણ કામમાં પરિવર્તન ગમતું નથી. તેઓનો સંકલ્પ એક જ હોય છે કે, કામ જે રીતે ચાલી રહ્યું છે તે જ રીતે આગળ વધે. જો કોઈ તેમના કામમાં દખલ કરે તો તેઓ સહન કરી શકતા નથી.

લીલો રંગ: કેટલાક લોકોને લીલો રંગ ખૂબ ગમે છે. આવા લોકો ડાઉન ટુ અર્થ હોય છે. ખાસ વાત તો એ કે, આવા વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સંયમ જાળવી રાખે છે. ભલે જીવનમાં કેટલી પણ ઊંચાઈએ પહોંચી જાય તેઓ નમ્ર રહે છે અને સાથે રહેલા લોકોને પણ આગળ વધારે છે. આવા વ્યક્તિ બીજાનું દુઃખ જોઈને દુઃખી થાય છે અને હંમેશા શાંતિથી જીવન જીવે છે.
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
