અમરેલીના કલેક્ટર અજય દહિયાની પંચમહાલ બદલી થતા મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા અપાઈ ભાવભરી વિદાય- જુઓ તસવીરો
અમરેલીના કલેક્ટર અજય દહિયાએ 2 વર્ષ કરતા વધુ સમય સુધી અમરેલી જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી. જે બાદ હવે રાજ્ય સરકાર દ્વારા તેમની પંચમહાલ બદલી કરાયા અમરેલીના મહેસૂલ કર્મચારી મંડળે કલેક્ટરને ભાવભરી વિદાય આપી હતી.


અમરેલીના કલેક્ટર તરીકે અજય દહિયાની પંચમહાલ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. દહિયાએ વર્ષ 2023માં અમરેલીના જિલ્લા કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને આ 2 વર્ષના સમયગાળા દરમિયાન તેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

વર્ષ 2025 સુધીમા બદલી આવતા અમરેલી કલેકટર અજય દહિયાની રાજ્ય સરકાર દ્વારા પંચમહાલ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. છુટા થયા બાદ અમરેલી મહેસુલ કર્મચારી મંડળ દ્વારા ઓક્સફર્ડ સ્કૂલમાં વિદાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં નવ-નિયુક્ત કલેકટર સહીત જિલ્લા પોલીસ વડા,જિલ્લા વિકાસ અધિકારી,સહીત દરેક પ્રાંત અધિકારીઓ મામલતદાર અને મહેસુલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અજય દહિયાએ તેમના બે વર્ષની ફરજ દરમ્યાનના હકારાત્મક અનુભવો વર્ણવ્યા હતા.

આ વિદાય કાર્યક્રમમાં અમરેલી મહેસુલી કર્મચારી મંડળ પ્રમુખ એચ.એમ વાળાએ જણાવ્યું હતું અમારી ટીમ દ્વારા વિદાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા જિલ્લાના તમામ મહેસુલી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વર્ષ 2023માં અમરેલી કલેકટર તરીકે અજય દહિયા હાજર થયા હતા. વર્ષ 2014ની બેંચના ગુજરાત કેડરના IAS અગાઉ પાલનપુર જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

ઉપરાંત ભાવનગર ખાતે નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવ્યા બાદ અમરેલી કલેકટર તરીકે હાજર થયા હતા. દિલ્હી મિકેનિકલ એંજીન્યરિંગ વિષય સાથે બી.ટેક.નો અભ્યાસ કર્યો હતો. આજે પંચમહાલ કલેકટર તરીકે બદલી કરવામાં આવી હતી.

અમરેલી કલેકટર અજય દહિયા 2 વર્ષ કરતા વધુ સમય સુધી સફળતા પૂર્વક ફરજ બજાવ્યા બાદ પંચમહાલ બદલી થતા મહેસુલ કર્મચારી મંડળ દ્વારા વિદાઈ અપાઈ હતી. All Photos and content Credits to Jaydev Kathi Amreli
"અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓને રાખવા માટે બની રહ્યુ છે નવુ ડિટેન્શન સેન્ટર, જે જેલ તો છોડો જંગલ કરતા પણ વધુ ખતરનાક છે- વાંચો"

































































