અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓને રાખવા માટે બની રહ્યુ છે નવુ ડિટેન્શન સેન્ટર, જે જેલ તો છોડો જંગલ કરતા પણ વધુ ખતરનાક છે- વાંચો
ટ્રમ્પ સરકાર ફ્લોરિડામાં એક સૌથી મોટુ અને સૌથી વધુ ખતરનાક ડિટેન્શન સેન્ટર બનાવી રહી છે. જો કે આ ડિટેન્ટશન સેન્ટર બન્યા પહેલા જ વિવાદનું કેન્દ્ર બન્યુ છે ત્યારે આવો જાણીએ કે એલિગેટર અલકાટ્રાઝ કહેવાતુ આ ડિટેન્શન સેન્ટર શા માટે વિવાદનું કેન્દ્ર બન્યુ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની બીજી ટર્મમાં વ્હાઈટ હાઉસમાં પગ મુક્તાની સાથે જે પ્રમાણે ચૂંટણી દરમિયાન વચન આપ્યુ હતુ તે દેશનું સૌથી મોટુ ડિપોર્ટેશન અભિયાન ચલાવ્યુ. સમજાય તેવા શબ્દોમાં કહીએ તો ટ્રમ્પે આવતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદે વસતા નાગરિકોની હકાલપટ્ટીનું અભિયાન શરૂ કર્યુ. હવે સમાચાર એવા છે કે તેમની સરકાર ફ્લોરિડામાં એક સૌથી મોટુ અને સૌથી વધુ ખતરનાક ડિટેન્શન સેન્ટર બનાવી રહી છે. જો કે આ ડિટેન્ટશન સેન્ટર બન્યા પહેલા જ વિવાદનું કેન્દ્ર બન્યુ છે ત્યારે આવો જાણીએ કે એલિગેટર અલકાટ્રાઝ કહેવાતુ આ ડિટેન્શન સેન્ટર શા માટે વિવાદનું કેન્દ્ર બન્યુ છે. આ ડિટેન્શન સેન્ટરના વિવાદનું કારણ શું છે ? ડિટેન્શન સેન્ટરને કારણે જન્મેલા વિવાદનું કારણ ફ્લોરિડાના એટર્નો જનરલે તેમના સોશિયલ મીડિયા X પર નાખેલો એ વીડિયો છે. જેમા તેમણે કહ્યુ છે કે સેન્ટર ઓછામાં ઓછી સુવિધાઓ સાથે...